Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

શનિવારે ગઝલ સંધ્યા : શ્રીનાથજી ઝાંખી ફેઇમ ભાસ્કર શુકલ સુરનો જાદુ પાથરશે

હેવ વીથ હેપીનેસ અને સુરક્ષા સેતુ દ્વારા આયોજનઃ શહિદ સૈનિકોના પરિવારોનું સન્માન કરાશે

રાજકોટ તા.૮ : હેવી વીથ હેપીનેસ તેમજ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આગામી તા. ૧૦ ના શનિવારે રાજકોટમાં ટી-સીરીઝના જાણીતા ગઝલ ગાયક શ્રીનાથી ફેઇમ ભાસ્કર શુકલની ગઝલ સંધ્યાનું આયોજન કરાયુ છે.

આત્મીય ઓડીટોરીયમ, યોગીધામ સંકુલ, કાલાવડ રોડ ખોત શનિવારે રાત્રે ૮.૩૦ વાગ્યાથી આયોજીત આ સંગીત કાર્યક્રમમાં ભાસ્કર શુકલ સુર અને ગાયકીનો  સમન્વય સાધી ગઝલ તેમજ જુના નવા મધુરા ગીતો રજુ કરી લોકોને મંત્ર મુગ્ધ કરશે.

સાથે શીવ ડાન્સ એકેડેમીના મેહુલ જોષી તેમજ કાલાકારો 'ગણેશ સ્તુતી' અને 'થીમ બેઇઝ ડાન્સ' ની કૃતિ રજુ કરી કાર્યક્રમને વેરાઇટી સભર બનાવશે.

દરમિયાન આ તકે આર્મી રીટાયર કેપ્ટન જયદેવ જોષીના નેજા હેઠળ શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોનું શિલ્ડ મોમેન્ટો આપી સન્માન કરાશે.

કાર્યક્રમના ઉદ્દઘાટક તરીકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તેમજ અધ્યક્ષ સ્થાને મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે.

આ તકે મેમ્બર ઓફ લો કમિશનના સદસ્ય સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ, શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, રામભાઇ મોકરીયા રાજયના નવનિયુકત મંત્રી વિભાવરીબેન દવે, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયાનું પણ સન્માન કરાશે.

મુખ્ય મહેમાન તરીકે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ મહીલા મોરચાના અગ્રણી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ન.પ્ર.શિ.સ.ના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી વગેરે ઉપસ્થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમમાં જાણીતા શિક્ષણવિદ્દ રાજુભાઇ ધારૈયા તેમજ બજરંગ મિત્ર મંડળ, સી. જે. ગ્રુપ, હિન્દુ યુવા વાહીની, શિવ ડાન્સ એકેડેમી, સ્ટ્રીટ ન્યુઝનો સહયોગ મળી રહ્યો છે.

કાર્યક્રમને સફળ બનાવવા હેવ વીથ હેપીનેશ સંસ્થાના નિશ્ચલા જોષી, મેહુલ ધોળકીયા, નૈમિષ કનૈયા, ધ્રુવ કુંડેલ, રાકેશ શીલુ, ઋષિ જોષી, તૃપ્તીબેન જાદવ, જસ્મીન જોષી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમના વિનામુલ્યે પાસ માટે નિશ્ચલ જોષી (મો.૯૮૨૫૮ ૦૫૨૫૦) અને મેહુલ ધોળકીયા (મો.૮૧૨૮૯ ૮૫૭૧૩) નો સંપર્ક કરવા જણાવાયુ છે. (૧૬.૪)

(4:50 pm IST)