Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ર૦.પ૦ લાખની ઉઘરાણી પ્રશ્ને કડીયા વૃધ્ધને ધમકી આપનાર મેઘદુત પરમાર પકડાયો

કડીયા શખ્સ આગોતરા સાથે રજૂ થતા ભકિતનગર પોલીસે તેની ધરપકડ કરી જામીન મુકત કર્યો

રાજકોટ તા. ૮ : લક્ષ્મીવાડીમાં રહેતા કડીયા વૃધ્ધ વેપારીને વ્યાજ માટે રૂ. ર૦.પ૦ લાખની ઉઘરાણી કરી ધમકી આપનાર કડીયા શખ્સની ભકિતનગર પોલીસે ધરપકડ કરી છે.  મળતી વિગત મુજબ લક્ષ્મીવાડી શેરી નં. ૧૪/૪ વૃજ નીવાસ એપાર્ટમેન્ટ ત્રીજા માળે રહેતા અને રૈયા રોડ પર હાર્ડવેરનો વ્યવસાય કરતા અનીલભાઇ મનસુખભાઇ પરમાર (કડીયા) (ઉ.૬૩) એ તેના નાના ભાઇની કેન્સરની બીમારીની સારવાર માટે મેઘદુત શાંતીલાલ પરમાર (રહે. આનંદનગર કવાર્ટર નં. એલ. ૧૮/ર૧પ કોઠારીયા મેઇન રોડ) પાસેથી રૂ. ૧ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતાં. અનીલભાઇએ આ રકમ  ચૂકવી દીધેલ હોવા છતાં મેઘદૂત પરમાર તેના ઘરે અને જુદી - જુદી જગ્યાએ વ્યાજ સહિત રૂ. ર૦.પ૦ લાખ માંગી ગાળો આપી પ્રોમીસરી નોટ લખાવી લીધી હતી. અને ઘરે આવી અનિલભાઇના પત્ની પાસે બળજબરીથી સહીઓ  કરાવી ચાર છ ચેક લઇ લીધા હતાં. અને વ્યાજના રૂપિયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી  આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે અનિલભાઇએ ગત તા. ૧૭-૧ ના રોજ ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં આનંદનગર કોલોની કવાર્ટર એલ. ૧૮/ર૦૧ માં રહેતો મેઘદુત શાંતીલાલ પરમાર (ઉ.પ૪) આગોતરા સાથે રજૂ થતા પોલીસે તેની અટકાયત કરી જામીન મુકત કર્યો છે. (પ-૧૯)

(4:48 pm IST)