Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ગોંડલ મગફળી અગ્નિકાંડમાં ઉદ્યોગપતિ દિનેશ સેલાણી- મજૂરીને ખોટી રીતે ગૂન્હેગાર ઠેરવ્યા છે

રાજકોટ કલેકટર તથા રૂરલ એસ.પી.ને લોહાણા સમાજનું આવેદનઃ ૩૦૦ થી વધુ લોકો ઉમટી પડયા

ગોંડલ મગફળી બળી જવાની ઘટના અંગે રાજકોટ લોહાણા મહાજનના અગ્રણીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૮ : રાજકોટ લોહાણા મહાજનના નેજા હેઠળ આજે અગ્રણીઓ હિતેષભાઇ સેલાણી અને અન્ય આગેવાનોએ રાજકોટ કલેકટરશ્રી તથા રૂરલ એસ.પી. અંતરીપસુદને આવેદનપત્ર પાઠવી ગોંડલમાં ઉમરાડા રોડ ઉપર જીનીંગ મીલમાં લાગેલ આગ અને મગફળી બળી જવાના બનાવમાં રઘુવંશી સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ દિનેશભાઇ સેલાણી તથા ગરીબ મજૂરોને ખોટી રીતે ગુન્હેગાર ગણાવવા સામે રજુઆતો કરી હતી.

આવેદન દેવા સમયે અગ્રણીઓ ઉપરાંત ૩૦૦ થી વધુ લોકો ઉમટી પડયા હતા, સુત્રોચ્ચાર કરી ન્યાય આપવા માંગણી કરી હતી.આવેદનમાં ઉમેરાયું હતું કે અમો વ્યાપારી હંમેશા સમાજમાં પ્રતિષ્ઠિત નાગરીક તરીકે અને દરેક સમાજના ભલાના કામમાં તથા દરેક ક્ષેત્રે યોગદાન આપેલ છે. દિનેશભાઇ સેલાણી, પરિવાર અમારા રઘુવંશી સમાજનું ગૌરવ છે અને તેઓને ખોટી રીતે ગુન્હેગાર બનાવવા તે અન્યાય કર્તા છે. તેમણે માત્રને માત્ર જીનીંગ મીલ મગફળી રાખવા ભાડે આપેલ છે મગફળી ચોરાય જાય કે કોઇ અકસ્માતે કાંઇપણ મગફળી બાબતે થાય તે જવાબદારી ભાડે આપનારની ના હોય તે એક સત્ય બાબત છે, તેઓ દ્વારા ખેડુતોના હિતમાં અને સરકારને મદદરૂપ બનવા પોતાની જીનીંગ મીલ બંધ હોઇ જે ભાડે આપેલ અને જેનું ભાડુ પણ ટોકન રેઇટ જેવુ નકકી થયેલ છે ત્યારે 'સત્ય' બહાર લાવવા સરકાર પોલીસ વિભાગ, અને તપાસ અધિકારી સત્ય તપાસ કરવા અને સમાજના દિનેશભાઇ સેલાણી તથા તેમના રાખેલ મજુરોને મુકત કરવા માંગણી છે.

(4:47 pm IST)