Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

કેએસપીસી દ્વારા સોમવારથી ઉત્પાદકતા સપ્તાહ

રાજકોટ : નેશનલ પ્રોડકટીવીટી કાઉર્ન્સીલના સ્થાપના દિવસ નિમિતે તા. ૧૨ ના સોમવારે કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા ઉત્પાદકતા સપ્તાહનો આરંભ કરાશે. રામકૃષ્ણ આશ્રમે સાંજે ૫ થી ૭ 'ઇન્ડસ્ટ્રી ૪.૦, લીપફ્રોગ ઓપોર્ચ્યનીટી ફોર ઇન્ડીયા' વિષય પર સ્વામી નિખિલેશ્વરાનંદજીના વાર્તાલાપથી સપ્તાહ ઉજવણીનો પ્રારંભ કરાશે. અધ્યક્ષસ્થાને કાઉન્સીલ પ્રમુખ હસુભાઇ દવે ઉપસ્થિત રહેશે. આ તકે કાઉન્સીલ ગાંધીનગરના રીજયોનલ ડાયરેકટર શિરિષ પાલીવાલના હસ્તે ઉત્પાદકતાને લગતા સુત્રો સાથેના પોસ્ટર્સનું વિમોચન કરાશે. તા. ૧૩ ના સવારે ૧૦ થી ૫ મેટોડા ખાતે તા. ૧૪ ના સાંજે ૫.૩૦ થી ૭ કાઉન્સીલ હોલમાં તન્વી ગાદોયાનો વાર્તાલાપ, તા. ૧૫ ના સવારે ૧૦ થી ૧૧.૩૦ ગીતાંજલી કોલેજના વિદયાર્થીઓ માટે ડો. ઘનશ્યામ આચાર્ય સાથે વાર્તાલાપ, તા. ૧૬ ના સવારે ૧૧ થી ૧ મારવાડી કોલેજ ખાતે સ્લોગન સ્પર્ધા, તા. ૧૭ ના સાંજે ૫ થી ૭ બાન હોલ ખાતે મોટીવેશ્નલ સ્પિકર હાર્દીક મજીઠીયાના વાર્તાલાપ સાથે સપ્તાહનું સમાપન થશે. તેમ કાઉન્સીલના માનદમંત્રી મનહરભાઇ મજીઠીયાની યાદીમાં જણાવાયુ છે.

(4:46 pm IST)