Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ડો. હિમાંશુ ઠક્કર દ્વારા દૂરબીન વડે નાકસુરનું જટીલ ઓપરેશન સફળ

રાજકોટ તા. ૮ :  સૌરાષ્ટ્રના જાણીતા કાન, નાક અને ગળાના સર્જન ડો. હિમાંશુ ઠક્કરે નાકસરનું સફળ ઓપેરશન કર્યુ હતું. અત્રે પ્રાપ્ત માહિતી મુજબ વર્ષાબેન ધકાણ ઉ.વર્ષ ૬ર વર્ષ રહે. રાજકોટ તેમના પુત્ર ચિરાગભાઇના જણાવ્યા મુજબ તેમને છેલ્લા પ-૭ દિવસથી ડાબી બાજુની આંખની આસ-પાસ સખત, સોજો, દુખાવો તથા તાવ આવી ગયો હતો અને અસહ્ય દુખાવો થતા તેમણે અત્રે રાજકોટ સ્થિત વિદ્યાનગર મેઇન રોડ ઉપર આવેલી છે. ઠક્કરની દાંત તથા કાન-નાક-ગળાની હોસ્પિટલ ખાતે ડો. હિમાંશુ ઠક્કરનો સંપર્ક કરેલ ત્યાં ડો. ઠક્કરે દુરબીન વડે તપાસ કરતા માલુમ પડયું હતું કે તેમની અશ્રુગ્રંથીની નળીમાં રસી થઇ ગયા હતા અને ખુબ જ ઇન્ફેકશન વધી ગયું હતું. આ ઉપરાંત તેમને ડાયાબીટીસ પણ ખુબ જ વધી ગયેલ હતું. ડાયાબીટીસ અને રસીને લીધે આંખને પણ જોખમ થઇ શકે તેમ હતું ડો. હિમાંશુભાઇના જણાવ્યા મુજબ આ એક કોમ્લીકેટેડ અને વિકટ કેઇસ હતો. જેને ખુબ જ કુનેહથી પાર પડાયો હતો. દુરબીન વડે નાક વારે એકા, ટાંકા વગર આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને ગણત્રીના કલાકોમાં જ દર્દીને હોસ્પીટલમાંથી રજા અપાઇ હતી અને રસ્તા અને ઇન્ફેકશન કાબુમાં આવી જતા દર્દીની હાલત ખુબ જ સારી થઇ ગઇ  હતી. ડો. હિમાંશુભાઇ તથા સમગ્ર હોસ્પિટલનો અને સંપૂર્ણ રીકવરી થઇ ગઇ હતી. હૃદયપૂર્વક આભાર માન્યો હતો.(૯.૮)

(4:46 pm IST)