Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

રાજકોટ જીમખાના કલબ આયોજીત લોન ટેનિસ - બિલીયર્ડ - સ્નુકર ટુર્નામેન્ટ સંપન્ન

રાજકોટ : રાજકોટ જીમખાના કલબ દ્વારા આયોજીત લોન ટેનીસ તથા બીલીયર્ડ- સ્નુકર ટુર્નામેન્ટ સંપન્ન થઈ છે. ઓપન સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ લોન ટેનીસ ટુર્નામેન્ટની ફાઈનલ પૂર્ણ થયેલ. જેમાં શ્રી અનુપમસિંહ ગેહલોત - પોલીસ કમિશ્નરશ્રી રાજકોટ, યુવરાણી સાહેબ કાદમ્બરીદેવી, યુવરાજ માંધાતાસિંહજી, વસંતભાઈ વોરા, તથા દોલતભાઈ લાલચંદાણી, ડો. દરાયસ, દિનેશભાઈ પારેખ, હરિશ્નચંદ્રસિંહ જાડેજા દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવેલ. આ ટુર્નામેન્ટમાં એચ. એચ. ઠાકોર શ્રી પ્રદ્યુમનસિંહ ઓપન સિંગલ્સમાં અંકેશ સોની તથા ઓપન ડબલ્સમાં અંકેશ સોની તેમજ કુલદીપ જોષી વિજેતા થયેલ. બાબુભાઈ વોરા વેટરન ડબલ્સમાં વિનોદભાઈ અમલાણી તથા રાજુ વ્યાસ વિજેતા થયેલ. મહારાણી નરેન્દ્રકુમારી જુનિયર બોયઝ અન્ડર-૧૨માં સિદ્ધાંત પટેલ, અન્ડર-૧૪માં ધૈર્ય વાટુકીયા તથા અન્ડર-૧૮માં યશ પોપટ વિજેતા થયેલ. જયારે ગર્લ્સ અન્ડર-૧૨માં રીવા જાદવ, અન્ડર-૧૪માં પ્રિયાંશી ચૌહાણ તથા અન્ડર-૧૮માં ધ્રુવી ડોડીયા વિજેતા થયેલ. રાજકોટ જીમખાનામાં પ્રથમવાર જીમખાનાનાં બે સભ્યો વસંતભાઈ વોરા તથા દોલતભાઈ લાલચંદાણીને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ તથા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રમુખ શ્રી ડો. દરાયસ દસ્તુર, વાઈસ પ્રેસીડેન્ટ દિનેશભાઈ પારેખ, સેક્રેટરી હરીશ્ચંદ્ર જાડેજા, જોઈન્ટ સેક્રેટરી વિપુલભાઈ કામદાર, ખજાનચી રાજુભાઈ શેઠ, સ્વોસ સેક્રેટરી જયદીપભાઈ વોરા, સાંસ્કૃતિક સેક્રેટરી પુનમભાઈ છોરાઈ, ડો. અજય પાટીલ, રાજુ વ્યાસ, જીવણસિંહ બારડ, પ્રકાશ બક્ષી, પુનિત કોટક તથા કુલદીપ જોષીએ જહેમત ઉઠાવી હતી.

(4:43 pm IST)