Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ટેલેન્ટ સર્ચ કાર્યક્રમ

કેતુ સોશ્યલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એકટીંગ અને ડાન્સની ઓપન સૌરાષ્ટ્ર કોમ્પીટીશનનો સેમી ફાઇનલ રાઉન્ડ તાજેતરમાં રાજકોટ ખાતે ગોઠવાયો હતો. આ રીતે મોરબી, જુનાગઢ, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, અમરેલીમાં સેમી ફાઇનલ યોજયા બાદ એપ્રિલમાં ફાઇનલ રાઉન્ડ યોજાશે. આ તકે શીતલ આઇસ્ક્રીમવાળા  નીલેશભાઇ કકકડ તરફથી તમામ સ્પર્ધકો માટે આઇસ્ક્રમીની વ્યવસ્થા કરાઇ હતી. નિર્ણાયક તરીકે જામનગરના કોર્યોગ્રાફર સંજય કે.સી. સ્કાય રોન સ્કુ ડાન્સ એકેડેમી, સુરેન્દ્રનગરથી કોર્યોગ્રાફર જાગૃતિ ત્રિવેદી અને મૃણાલી ત્રિવેદી તેમજ રાજકોટના ફિલ્મ ડીરેકટર ભરત વેકરીયા, કરણ સોલંકીએ સેવા આપી હતી. સંચાલન હિતેષ ગણાત્રાએ કરેલ. કાર્યક્રમની સફળતા માટે રીધ્ધી બગીયા, જીતા દત્તાણી, રાજુ ગોસ્વામી, હિરાણીભાઇ, પ્રમોદભાઇ વગેરેઅ જહેમત ઉઠાવી હતી. (૧૬.૮

(4:40 pm IST)