Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

સુરક્ષા સેતુ સોસાયટી અને રાજકોટ શહેર પોલીસ દ્વારા

રવિવારે ડો.અમિત માણેકનો ફ્રી સેમીનાર

ડાયાબીટીસ, બ્લડપ્રેસર, કોલેસ્ટ્રોલ અને હૃદયરોગથી દવા વગર મુકિત મેળવોઃ ''હોલિસ્ટિક હેલ્થ સેમિનાર''નું આયોજનઃ નામ નોંધવી દેવા

રાજકોટ,તા.૮: આજના આ આધુનિક યુગમાં સ્વાસ્થ્યની સંભાળ ખુબજ મહત્વની બનતી જાય છે. આજનો માનવી રોજ-બરોજના કામમાં એટલો વ્યસ્ત છે કે સ્વાસ્થ્યની સંભાળ રાખતા જ ભૂલી જાય છે અને વિવિધ રોગોનો ભોગ બને છે, અને દવાઓથી રોગોને દુર કરવા પ્રયાસો કરે છે. એક સર્વેક્ષણ મુજબ ભારતમાં ૬.૫ કરડો લોકો ડાયાબીટીસના રોગથી પીડાય છે. ભારતમાં પ્રતિવર્ષ ડાયાબીટીસ પર ૪૦ હજાર કરોડના ખર્ચ થાય છે. ખાસ કરીને દવા વગર જ રોગોને નાબુદ કરી જીવનની શરૂઆત ફરી આનંદથી કરી શકાય છે પરંતુ દુનિયાની સૌથી દુખભરી વાતએ છે કે બીમાર રહેતા જીવન જીવવા ની કોશિશ કરતા રહેવું.

આ અંગેનો ''હોલિસ્ટિક હેલ્થ'' ફ્રી સેમીનારનું આયોજન સુરક્ષા સેતુ સોસાયટી અને રાજકોટ શહેર પોલીસ દ્વારા તા.૧૧ રવિવારના રોજ મોટેલ ધ વિલેજ (એમટીવી)  કાલાવડ રોડ, રાજકોટ ખાતે સાંજે ૪:૩૦ કલાકે કરવામાં આવ્યું છે. આ સેમીનાર ડો.અમિત માણેક ડાયાબિટીસના રોગને ૩ દિવસમાં કઈ રીતે નાબુદ કરવો તે અંગેની માહિતી આપશે. આ સેમીનારમાં મેળવી શકાય તે અંગેની રસપ્રદ માહિતી રચનાત્મક ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવશે. આ  ફ્રી સેમિનારમાં રજીસ્ટ્રેશન માટે મો.૯૨૭૪૪ ૬૦૧૨૬/ ૯૦૯૯૯ ૯૦૫૪૭ ઉપર નામ નોંધાવી દેવા યાદીમાં જણાવાયું છે.

આ સેમિનારના મુખ્ય મહેમાન સર્વેશ્રી પોલીસ કમિશ્નર અનુપમસીંગ ગેહલોત, અતિથિ વિશેષ તરીકે  વિક્રાન્ત પાંડે (કલેકટરશ્રી રાજકોટ શહેર), શ્રી બંછાનીધી પાની (મ્યુનિસિપલ કમિશ્નર રાજકોટ શહેર), અંતરિપ સૂદ (સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલિસ રાજકોટ ગ્રામ્ય) તેમજ શ્રી ધનસુખભાઈ ભંડેરી (ચેરમેન- ગુરજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ),  કમલેશભાઈ મીરાણી (પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ), નીતિનભાઈ ભારદ્વાજ (પુર્વ પ્રમુખ રાજકોટ શહેર ભાજપ), મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, પુષ્કરભાઈ પટેલ (ચેરમેન- સ્ટેન્ડિંગ કમિટી રાજકોટ મ્યુનિસિપાલ કોર્પોરેશન), નેહલભાઈ શુકલ (સેક્રેટરી, ગુજરાત પ્રદેશ યુવા મોરચો ભાજપ), મેહુલભાઈ રૂપાણી (સીન્ડીકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), ડી.કે.સખીયા (પ્રમુખ રાજકોટ જીલ્લા ભાજપ), યોગેશભાઈ પૂજારા (પૂજારા ટેલિકોમ), મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ્સ), અરવિંદભાઈ રૈયાણી (ધારાસભ્ય રાજકોટ- પૂર્વ), ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય રાજકોટ- દક્ષિણ), લાખાભાઈ સાગઠીયા (ધારાસભ્ય રાજકોટ- ગ્રામ્ય), કિશોરભાઈ ટીલારા (પ્રમુખ શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન) તેમજ અંજલીબેન વિજયભાઈ રૂપાણી (પ્રમુખ મહીલા મોરચો ભાજપ), ભાનુબેન બાબરીયા (પૂર્વ ધારાસભ્ય), કાશ્મીરાબેન નથવાણી (પ્રમુખ લોહાણા મહાજન) ઉપસ્થિત રહેશે.

આ સેમીનાર બાદ ૩ દિવસની ''ડાયાબિટીસ મુકત જીવન'' પ્રેકટીકલ શિબિરનું આયોજન ''શ્રીજી ધામ'' ફાર્મ હાઉસમાં તા.૧ માર્ચ થી ૪ માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે. જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.(૩૦.૭)

(4:39 pm IST)