Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં સ્વચ્છતા હેતુ ''ઈન્સીનરેટર મશીન'' મુકાયુ

એકસાઈઝ કમિશ્નર કુમાર સંતોષના હસ્તે સેનેટરી નેપકીન વેંડીંગ મશીન અને ઈન્સીનરેટર મશીન ખુલ્લું મુકાયું

રાજકોટઃ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીનીઓના લાભાર્થે તેમના માટે સેનેટરી નેપકીનને મશીન દ્વારા કાઢી શકાય તેવું વેંડીંગ મશીન અને પર્યાવરણને હાનિ ન પહોંચે તે રીતે તેનો નાશ કરવા માટેનું ''ઈન્સીનરેટર મશીન'' સેન્ટ્રલ જીએસટી અને એકસાઈઝ વિભાગ દ્વારા શાળાને અર્પણ કરવામાં  આવેલ. એકસાઈ કમિશ્નર કુમાર સંતોષના શુભ હસ્તે આ બંને મશીન્સને વિદ્યાર્થીનીઓના લાભાર્થે ખુલ્લા મૂકવામાં આવ્યા.

આચાર્યા ડો.સોનલબેન ફળદુ દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે એકસાઈઝ વિભાગના અધિકારીઓ સર્વે કુમાર સંતોષ (કમિશ્નર- સીજીએસટી અપીલ્સ), અવિનાશ કુમાર પાંડે (આસિસ્ટન્ટ કમિશ્નરશ્રી- સીએજીએસટી અપીલ્સ), એસ.પી.રૂપારેલીયા (સુપરિન્ટેન્ડન્ટ-સીજીએસટી અપીલ્સ), આર.પી.શાહ (સુપરિન્ટેન્ડન્ટ- સીજીએસટી), એન.એમ.પોપટ (સુપરિન્ટેન્ડન્ટ-સીજીએસટી અપીલ્સ), નિખીલભાઈ રૂપારેલીયા (સુપરિન્ટેન્ડર- સીજીએસટી અપીલ્સ), પ્રવીણભાઈ પોપટ (સુપરિન્ટેન્ડન્ટ- સીજીએસટી અપીલ્સ), સહિતના અધિકારીઓ તેમજ રમેશભાઈ ઠક્કર (ગિરિરાજ હોસ્પિટલ), મુકેશભાઈ દોશી (જાણીતા કેળવણીકાર), હેમલબેન ભટ્ટ (પત્રકાર-લેખિકા), પૂજાબેન પટેલ (સમાજસેવિકા), હંસાબેન આહયા (આચાર્ય- મુરલીધર હાઈસ્કૂલ) સહિતના ઉપસ્થિત રહયા હતા.(૩૦.૬)

 

(4:36 pm IST)