Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

દેવોના દેવ મહાદેવનો પાવન પવિત્ર દિવસ : મંગળવારે મહા શિવરાત્રી

મહાદેવની પૂજામાં હળદર - કંકુનો ઉપયોગ ન કરાય : બિલીપત્ર - ચોખા અખંડ હોવા જોઈએ

શિવરાત્રી એટલે કે દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રીજવવાનું અને મહાદેવમય થવાનો દિવસ. દેવોના દેવ મહાદેવ એ આદિ-અનાદિ-અજન્માં છે. શિવરાત્રી એટલે મહાદેવજીનો જન્મોત્સવ . આમ તો શિવજી વિશે જેટલું બોલીએ કે કહીએ તો પણ સમગ્ર જીવન પણ ઓછું પડે. આ દિવસે અનેકો અનેક પ્રકારના ભજન ,સેવાના પ્રકલ્પો ચરિતાર્થ થતા હોય છે. જેનું દરેકે દરેક  વ્યકિત માટે અનેરો, આહલાદક વિશેષ મહત્વ હોય છે. આ દિવસે દેવની નગરી એવા જુનાગઢમાં ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં અનરો અવિષ્મરણીય મેળો યોજાય છે. જે મીની કુંભમેળા તરીકે પણ જાણીતો છે. બમ-બમ ભોલેનાથ, હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વિશ્વમાંથી ઉચ્ચ કોટિના સાધુ-સંતો ના શિવરાત્રી ના મેળા માં  દર્શન થાય છે.  ભાંગના પ્રસાદ સાથે અનેક પ્રકારના ભજનોનો લ્હાવો માણવા મળે છે. કહેવાય છે આ દિવસે સ્વયં મહાદેવ ભોળાનાથ કૈલાશ માનસરોવરથી ગીરનાર ભવનાથ તળેટી ખાતે હાજરા-હજૂર હોય છે. મહાશિવરાત્રીના મેળામાં આથમતી સંધ્યાએ જીવ શિવની ઉપાસના કરવાની શુભ ભાવનાથી જોડાયેલો મેળો એટલે હર-હર મહાદેવનો શિવરાત્રી મેળો શિવરાત્રી એટલે ભજન, ભોજન અને ભકિત નો સમન્વય. શિવરાત્રીનું પર્વ શિવ આરાધનાનું પર્વ છે, શિવ એટલે સદભાવ, શિવ એટલે સર્વનું કલ્યાણ, ગળામાં સર્પની માળા ધારણ કરનાર શ્રી ભોલે ભંડારી, શિવ શંભુ મહાદેવ ભગવાનની આજે ભારત દેશ અને પરદેશમાં અનેક હિંદુ ધાર્મિક ભાવિક ભકતો હૃદયની અનેરી શ્રધ્ધાથી એમના આરાધ્ય દેવ મહાદેવની પૂજા,અર્ચના,આરતી અને અભિષેક કરીને કૃતકૃત્યતાની લાગણી અનુભવશે

શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરેછે.    મહા શિવરાત્રી પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણીક માન્યતા જગપ્રસિધ્ધ છે. એમાં પણ હરણ પરિવારની મુકિત અને પારધીની પાપમુકિતમાં ભગવાન શિવનો કલ્યાણભાવ જોવાય છે.        

બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રી ગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું. આમ મહાશિવરાત્રીનું પર્વ એ જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. શિવ ભકતો માટે શિવ ની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે. સાત્વીક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે. દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્ય, સંયમ, સાત્વીકતાના તારક છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ, ડમરૂ, ત્રિશુલ ધારક છે. ભુતનાથ, ભૈરવાદી રૂદ્રોના પતિ અને સાધુ-જોગીઓના સ્વામી અને ભકતોનાઉપકારકછે.

ભગવાન શંકરને અતિમાન કે અભિમાની મંજુર નથી. તેત્રીસ કરોડ દેવતાઓને વશમાં કરનાર રાવણની ત્રણ ઇચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પુરી ન કરી હતી. 'વૈરાગ્ય શતક'ના રચયીતા ભૃતુહરીની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું. રાજા ભૃતુહરી સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યો. સંત બન્યો, એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા ગયા. પરંતુ વૈરાગ્યનું અભિમાન જયાં સુધી રહયું ત્યાં સુધી ભગવાન શંકર દુર જ રહયા.ભકતને ભકિતનું જયાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભકિત, પૂજા, ઉપાસના સ્વીકાર્બનતા નથી.અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીનયમ નિયમછે.મહાશિવરાત્રી પર્વના આ દિને પૃથ્વી પરના આ તમામ શિવલીંગોમાં રૂદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. આથી મહાશિવરાત્રીએ શિવપુજન આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે.      

જન્મના ગ્રહોના દ્રારિદ્રય યોગ શિવરાત્રીએ શિવપુજનથી દુર થાય છે. આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે. આથી આ દિવસે મહારૂદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે આમ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભકતો માટે અનેરૂ અને અદકેરૂ મહાત્મય ધરાવે છે. ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ...શ્નજય ભોલેનાથ.... જય હો પ્રભુ...  સબસે જગત મેં ઉંચા હૈ તું...  શિવ એટલે મંગલ. આવાહન, આસન, અર્ધ્ય, પાઘ, આચમન, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય, આરતી, પાનબીડું, નમસ્કાર અને વિસર્જન આ સોળ પ્રકારનાં પૂજનને 'ષોડશોપચાર' કહેવામાં આવે છે. શિવલિંગના પાચ સ્વરૂપો છે. પૂજન માટે વપરાતા શિવલિંગના પાચ પ્રકારો આ પ્રકારે છેૅં (૧) સ્વયંભૂ લિંગ (૨) બિંદુ લિંગ (૩) સ્થાપિત લિંગ (૪) ચરલિંગ (૫) ગુરૂ લિંગ બધા પ્રકારના પાપોનો નાશ કરવા અને સમસ્ત સુખોની કામના માટે મહાશિવરાત્રિ વ્રત કરવુ શ્રેષ્ઠ છે. ઙ્ગસ્કંદ પુરાણ મુજબ મનુષ્ય જે કામનાથી આ વ્રતને કરે છે તે જરૂર પૂરી થઈ જાય છે. પુરૂષ વ્રત કરે તો તેને ધન દૌલત, યશ અને કીર્ત પ્રાપ્ત થાય છે. મહિલાઓ સુખ સૌભાગ્ય અને સંતાન પ્રાપ્ત કરે છે. કુંવારી કન્યાઓ સુંદર અને સુયોગ્ય પતિ મેળવવાની કામનાથી આ વ્રત કરે છેશ્રી મહાશિવરાત્રિ વ્રત કરવાથી ભગવાન શિવ જેટલા પ્રસન્ન થાય છે એટલા તો સ્નાન, વસ્ત્ર, ધૂપ, પુષ્પ અને ફળોના અર્પણ કરવાથી પણ નથી થતા. તેથી આ દિવસે ઉપવાસ કરવો અતિ ઉત્ત્।મ કર્મ છે.સાંજથી જ ભગવાન શિવની પૂજા માટે પૂર્ણ સામગ્રી તૈયાર કરો. રાત્રે ભગવાન શિવની ચાર પ્રહરની પૂજા ખૂબ ભાવપૂર્વક કરવાનુ વિધાન છે. દરેક પ્રહરની પૂજા પછી આગામી પ્રહરની પૂજામાં મંત્રોનો જાપ બમણો, ત્રણ ગણો અને ચાર ગણો કરો.

 ભગવાન શિવને દૂધ, દહીં, મધ, સફેદ ફુલ, સફેદ કમળ પુષ્પો સાથે જ ભાંગ, ધતૂરો અને બિલીપત્ર અતિ પ્રિય છે. આ મંત્રોનો જાપ - ઓમ નમઃ  શિવાય, ઓમ સદ્દયોજાતાય નમઃ, 'ઓમ વામદેવાય નમ', 'ઓમ અધોરાય નમઃ', 'ઓમ ઈશાનાય નમઃ', ઓમ તત્પુરૂષાય નમ. અર્ધ્ય આપવા માટે કરો

''ગૌરીવલ્લભ દેવેશ, સર્પાય શશીશેખર, વર્ષપાપવિશુદ્ધચર્થમધ્યો મે ગૃહયતામ તતઃ''

 મંત્રનો જાપરાત્રે શિવ ચાલીસાનો પાઠ કરો. આ ઉપરાંત પૂજાની દરેક વસ્તુને ભગવાન શિવને અર્પિત કરતી વખતે તેની સાથે સંબંધિત મંત્રનુ પણ ઉચ્ચારણ કરો. દરેક પ્રહરની પૂજાનો સામાન જુદો હોવો જોઈએ.

હળદર અને કંકુ ઉત્ત્।પત્ત્િ।નુ પ્રતીક છે.  તેથી  મહાદેવ ની પૂજામાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ. બિલ્વ પત્રના ત્રણેય પાન પુરા હોવા જોઈએ. ખંડિત બિલિપત્ર કયારેય ન ચઢાવો. ચોખા સફેદ રંગના આખા હોવા જોઈએ. તૂટેલા ચોખા પૂજામાં નિષેદ છે. ઙ્ગફૂલ વાસી અને કરમાયેલા ન હોવા જોઈએ. તે રીતે મહાદેવ ની પૂજન વિધિ કરવી.

રાજેશ હર્ષદરાય ત્રિવેદી

લાયબ્રેરીયન, પી ડી યુ મેડીકલ કોલેજ – રાજકોટ, મો. ૯૮૯૮૦૨૭૫૧૪

(4:36 pm IST)