Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

વિવિધતામાં એકતાનું વાતાવરણ સર્જતી શ્રી શ્રી યુનિવર્સિટી

ઓડીસાના ભુવનેશ્વરમાં પાંચ વર્ષથી કાર્યરત : ઢગલાબંધ એવોર્ડ મળ્યાઃ ૨૭ સ્ટેટ અને વિશ્વના ૧૪થી વધુ દેશના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી ચૂકયા : આઈએસઓ ૨૨૨૦૦૦ સર્ટીફાઈડ કિચનમાં તૈયાર થતી રસોઈ : માંસાહારી ભોજનના સખત વિરોધી કાયદાઓ : પ્રાકૃતિક વાતાવરણઃ મોસ્ટ હેપીનેસનો ખિતાબ : ૨૦થી વધુ ઈન્ડોર અને ૧૦થી વધુ રમત-ગમત : આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીને લીડર બનાવવામાં આવે છે

રાજકોટ, તા. ૮ : આજે વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીઓ ૧૦૦થી પણ વધુ વર્ષ જૂની છે અને ભારતની પ્રખ્યાત યુનિવર્સિટીની માત્ર વધુને વધુ એક દસકો કે તેથી વધુ છે અને બીજી બાજુ વિશ્વના ઈતિહાસમાં પ્રખ્યાત ગણાય એવી નાલંદા જેવી યુનિવર્સિટી પણ ભારતના ભૂતકાળના ઉચ્ચતમ શિક્ષણનું ઉદાહરણ છે. આજના સમયમાં આ નાલંદાનો ઈતિહાસ ફરી વિસ્થાપિત કરવા માટે શ્રી શ્રી રવિશંકરજી કે જે આર્ટ ઓફ લીવીંગના સ્થાપક છે એમને પોતાના સરેે ભુવનેશ્વર ખાતે સ્થપાયેલ છે અને ફકત પાંચ વર્ષના સમયગાળામાં ઘણા શિર્ષકો, એવોડ્ર્સ દ્વારા યુવાનોને પૂર્ણ શિક્ષિત બનાવવાનો છે જેમાં આધુનિકથી આધુનિક સ્કીલ અને કૌશલ્યથી સભર બનાવવામાં આવે છે. શ્રી શ્રી યુનિવર્સિટીની પાંચ વર્ષની કારકિર્દીમાં ઘણા એવોર્ડ પણ સમાવેશ છે જેમાં બેસ્ટ ઈનોવેટીવ યુનિવર્સિટી એવોર્ડ ૨૦૧૭, એકસીલન્સી મ્રીદુલ સિંહા, પ્રેસ્ટીજીયસ, "Prestigious Assocham Award of Best University 2017", "Best Holistic Campus" બે એવોડ્ર્સ ટુવર્ડ્સ બિલ્ડીંગ ગ્રીન કેમ્પસ જયાં પાંચ વર્ષ પહેલા યુનિવર્સિટીના ૨૦૦ એકરનરા વિસ્તારમાં એક વૃક્ષ હતું અને આજે ૧૫૦૦૦ વૃક્ષથી સભર કેમ્પસ છે.

આજે શ્રી શ્રી યુનિવર્સિટીએ વિશ્વનો સૌથી મોટી ઉભરતી આવતી યુનિવર્સિટી છે. શ્રી યુનિવર્સિટીમાં ૨૭ સ્ટેટથી અને વિશ્વના ૧૪થી પણ વધુ દેશથી વિદ્યાર્થીઓ ભણતર મેળવી રહ્યા છે અને આ એક વાતાવરણ વિવિધતામાં એકતાનંુ એક ઉદાહરણ છે કે જયાં લોકો એકબીજાની જીવન પ્રણાલી, પૃથા તથા ત્યોહાર ઉજવે છે અને આઈએસઓ ૨૨૦૦૦ સર્ટીફાઈડ કીચનમાં જયારે સમગ્ર વિશ્વને એક સાથે ભારતીય ભોજન લેતા જોવાનો અનુભવ કંઈક અલગ જ છે. શ્રીશ્રી યુનિવર્સિટીએ એક પ્રકૃતિક વાતાવરણમાં વિદ્યાર્થીને ભણતર રમત- ગમત, ધ્યાન તથા પોતાની જાતને સમજવાનો વિદ્યાર્થીને મોકો આપે છે. આ યુનિવર્સિટીએ એક સાત્વિક જીવનશૈલીનું ઉદાહરણ છે કે જયાં વ્યાસનીક વસ્તુઓ દારૂ કે માંસાહારી ભોજનના સખ્ત વિરોધી કાયદાઓ છે અને આમ છતાં વૈશ્વિક મૂલ્યો અને ભણતરની પદ્ધતિ સાથે તો ખરો જ અને આ જ કેમ્પસને મોસ્ટ હેપીએસ્ટ કેમ્પસનું ખીતાબ છે કે જયાં વિદ્યાર્થી સમયની સાથે નહિં સમયને જીવે છે.

શ્રીશ્રી યુનિવર્સિટી ઓડીસા સ્ટેટમાં ઓટોનોમસ બોડી ધરાવતી યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટી અને યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમો સંપૂર્ણપણે યુજીસી અને એઆઈસીટીઈ અને સીઓએ (કાઉન્સીલ ઓફ આર્કીટેકચર) દ્વારા પ્રમાણિત છે. આ યુનિવર્સિટી એઆઈયુના સદસ્ય હોવાની સાથે મીનીસ્ટ્રી ઓફ આયુશ, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા સાથે સંલગ્ન છે. આ યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ, કોમર્સ, ગુડ ગર્વનર્સ અને પબ્લીક પોલીસી, યોગા તથા નેચરોપેથી, આર્કીટેકચર તથા ટાઉન પ્લાનીંગ, ટ્રાવેલ અને ટુરીઝમ, એગ્રીકલ્ચર અને હોટીકલ્ચર, સંસ્કૃત, આર્ટ, એનીમેશન, બી.એઙ, બી.એ.બી.એઙ, મેથેમેટીક, કોમ્પ્યુટર, આર્ટ, ડાન્સ, સંગીત, જર્નાલીઝમ અને માસ મીડીયા કોમ્યુનિકેશન અને ફકત ભારતમાં નહિં પરંતુ એશિયામાં એક નવુ તમીમી કોગ એટલો ઓસ્ટીઓપેથી કે જેમાં કોઈપણ ઈન્સ્ટ્રુમેન્ટ કે દવા વગર નિદાન સંભવ થઈ શકે તેવુ ૨૧મી સદીનું આ અભ્યાસક્રમ આ યુનિવર્સિટીમાં આવી રહ્યો છે અને રમત - ગમતના ક્ષેત્રે ભારતની સાથોસાથ વિદ્યાર્થીને સ્પોટ્ર્સ મેનેજમેન્ટના વિષય પણ સાથે આપવામાં આવે છે.

આ યુનિવર્સિટીમાં ભારતના ભાગરૂપે બેસ્ટ ઓફ ઈસ્ટ અને બેસ્ટ ઓફ વેસ્ટનું સંલગ્ન છે જ પણ સાથે સાથે ૨૦થી પણ વધારે ઈન્ડોર અને ૧૦થી પણ વધુ પ્રકારની રમત  - ગમતો માટેની સગવડતા છે. જેમાં ફિડો ગ્રાઉન્ડ, બાસ્કેટ બોલ ગ્રાઉન્ડ, વોલીબોલ કોર્ટ, ફૂટબોલ ગ્રાઉન્ડ, બેડમેન્ટન ગ્રાઉન્ડ, રનીંગ વે અને વિવિધ પ્રકારની ઈન્ડોર ગેમ્સ જેમાં ટેબલ ટેનિસથી લઈ વિવિધ પ્રકારની ગેમ્સની સવલતો છે.

આ યુનિવર્સિટી સ્વચ્છ ભારત અભિયાન, ગ્રીન ઈન્ડિયા અને વુમન એમ્પાવરમેન્ટ એટલે કે મહિલા સશકિતકરણ જેવા મુદ્દા પર કામ કરી રહી છે. ધ્યાન, સાધના અને યોગીક આસનો, પ્રાણાયામ અને સુદર્શન ક્રિયા અને આ સિવાય પણ વિવિધ પ્રકારના જીવનલક્ષીના વર્ગો વિદ્યાર્થીને એક સંપૂર્ણ કારકિર્દી બનાવવામાં બહુજ આગવો ભાગ ભજવે છે.

યુનિવર્સિટીનો હેતુ લર્ન, લીડ અને સર્વનો છે. જેથી આ યુનિવર્સિટી વિદ્યાર્થીને ફોલોવર તરીકે પરંતુ લીડર બનાવવામાં આવે છે અનેે એમાં યુનિવર્સિટીનો ખાસ એમબીએ અભ્યાસક્રમ મહત્વનો ભાગ ભજવે છે. એમબીએના અભ્યાસક્રમમાં ચાલતા ત્રણ પ્રકારના મુખ્ય કોર્ષ જેવા કે એમબીએ - એગ્રીબીઝનેસ, એમબીએ જનરલ મેનેજમેન્ટ અને ખાસ એમબીએ ઈન્ટરપ્રીનીયરશીપ મહત્વનો ભાગ ભજવે છે.

સમાજમાં ઉત્તર દાયિત્વ માટે જાહેર જનતાને વધુ એક મોકો સ્ટાર્ટઅપ ફોર રનર ઈવેન્ટ પણ છે. જે ફકત એ લોકો માટેની છ દિવસીય ઈવેન્ટ છે. જે લોકો પોતાનો કારકિર્દીને સ્ટાર્ટઅપના રૂપમાં જોતા હોય અને ફંડથી લઈ માર્ગદર્શનને કારણરૂપ સમજી સાકાર ન થઈ શકતુ હોય તો તેવા લોકો માટે આ ફેબ્રુઆરી માસ ખૂબ મહત્વનો બની રહેશે અને આ ઈવેન્ટ કે જેનું નામ સ્ટાર્ટઅપ ફોર રનર છે વધુ માહિતી માટે સંપર્ક સૂત્રનો સંપર્ક કરવા વિનંતી.

આજે આર્ટ ઓફ લીવીંગનો પરિચય જરૂર નથી. વિશ્વમાં ૧૬૦થી પણ વધુ દેશમાં વિસ્તરેલી અને ૪૦ કરોડથી પણ વધુ પરિવારના સદસ્યો ધરાવતી આ આર્ટ ઓફ લીવીંગ સંસ્થા સંચાલિત શ્રી શ્રી યુનિવર્સિટીના વિદ્યાર્થીને સતત પરીવારના સભ્યો તરફથી ભણતર, ગણતર, કારકિર્દી કે વ્યવસાયીલક્ષી માર્ગદર્શન મળે છે.

તો આવી વિશ્વસનીય યુનિવર્સિટી કે જયાં વિદ્યાર્થીનું ભારતીય મૂલ્યોની સાથે વેસ્ટર્ન કન્ટ્રીનું એજ્યુકેશન મળે છે જયાં સમગ્ર વિશ્વ એક જગ્યાએ જીવનને જીવતા જોવા મળે છે એવી શ્રી શ્રી યુનિવર્સિટીનો લાભ લેવા માંગતા વિદ્યાર્થી કે જે પોતાનું ભવિષ્ય એક વૈશ્વિક લીડર તરીકે જોવા માગે છે તેવા વિદ્યાર્થી સંપર્ક કરી શકે છે. શ્રી હેમાબેન મજીઠીયા, એમ્બેસેડર, શ્રી શ્રી યુનિવર્સિટી ગુજરાત સ્ટેટ મો. ૮૪૬૦૩ ૪૭૨૭૭ તથા યુનિવર્સિટીની વધુ માહિતી માટે સંપર્ક કૌશલભાઈ બોરીસાગર, પ્રોફેસર, શ્રી શ્રી યુનિવર્સિટી કેમ્પસ, ભુવનેશ્વર, ઓરીસા - ૯૮૯૮૦ ૬૩૧૯૩નો સંપર્ક કરવો. તસ્વીરમાં આર્ટ ઓફ લીવીંગના ઓડીસાના પ્રોફેસર શ્રી કૌશલ બોરીસાગર, હિમાબેન મજીઠીયા (ગુજરાત એમ્બેસેડર) અને નરેન્દ્રભાઈ નથવાણી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૪)

(4:23 pm IST)