Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

રાજકોટમાં પાણીકાપ મુકાશે તો મુખ્યમંત્રીને પ્રવેશબંધીઃ કોંગ્રેસ

પાણી વેરો વધારાશે તો મેયરને શાંતિથી બેસવા દેવામાં નહીં આવે : વશરામભાઇ સાગઠીયા

રાજકોટ, તા.૮ :  શહેરને પાણી પુરૂ પળતા મુખ્ય જળસ્ત્રોત આજી-ન્યારીનું તળિયુ દેખાવા લાગતા રાજકોટવાસીઓ પર પાણી કાપ લાદવાની નોબત  આપશે.  આ મુદ્દે મનપાના વિપક્ષ નેતા વશરામ સાગઠિયા દ્વારા ભર ઉનાળે પાણીકાપ નાંખવામાં આવશે તો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રાજકોટમાં પ્રવેશવા દેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ અંગે વશરામભાઇએ જણાવ્યું હતું કે, શહેર જળાશયોમાં તળિયા દેખાતા વિરોધ પક્ષ દ્વારા આ શાસક પક્ષની અણ આવડત ગણાવવામાં આવી હતી સાથે જ જણાવ્યું હતું કે ભાજપ સરકાર ચૂંટણી સમયે મસમોટા વાયદા કરી મત મેળવે છ અને ઉનાળા દરમિયાન લોકોને પાણી અંગે મુશ્કેલી થશે તો રાજકોટના લોકોને સાથે રાખી મેયર, કમિશ્નરનો ઘેરાવ કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જરૂર પડયે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સાગઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે બજેટમાં લદાયેલો બમણો પાણી વેરો દૂર નહીં કરાય તો મેયરને શાંતિથી બેસવા દેવામાં નહીં આવે.

ભાજપ શાસિત મનપાના અધિકારીઓ અને શાસક પક્ષ દ્વારા સૌની યોજના મારફત ફરી આજી ડેમ ભરવા સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. આગામી સમયમાં રાજકોટ મનપાના સતાધીશો દ્વારા જો ત્વરિત નિર્ણય લેવામાં નહીં આવે તો રાજકોટવાસીઓ માટે પાણીનો પ્રશ્ન ફરી એક વખત વિકટ બની રહેશે તેમ વિપક્ષી નેતાએ અંતમાં જણાવ્યું હતું. (૯.૪પ)

(6:37 pm IST)