Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

જાયવાના પાણી પ્રશ્નને પ્રાધાન્ય : સરપંચ ફિરોજ સુધાગુનિયા

હાઇવે ઉપરનું ખેતી આધારીત સમૃધ્ધ ગામ : સંપ અને ભાઇચારાની ભાવના પ્રબળ : નાની મોટી સમસ્યા સાથે મળી હલ કરવાની રખાતી ખેવના

રાજકોટ તા. ૮ : પડધરી- જામનગર હાઇવે ઉપર આવેલ ગામ જાયવા ખેતી આધારીત સમૃધ્ધ અને સંપીલુ ગામ હોવાનું  'અકિલા'ની શુભેચ્છા મુલાકાત દરમિયાન નવનિયુકત ઉત્સાહી સરપંચ ફિરોઝભાઇ સુધાગુનીયા અને કારોબારી ટીમે જણાવ્યુ હતુ.

 

અહીં ફિરોઝભાઇએ જણાવેલ કે આમ તો હું ૨૦ વર્ષથી પંચાયત બોડીમાં કાર્યરત છુ. એટલે પંચાયતની કાર્યપધ્ધતી અને ગામની સમસ્યાઓથી સંપૂર્ણ વાકેફ છુ. ગામની મુળ સમસ્યા પાણીની છે. સુકી જમીન ધરાવતા આ ગામને પાણી સમસ્યા સતાવી રહી છે. જેના ઉકેલ માટે અમે પ્રાધાન્ય આપીશુ.

ફિરોઝભાઇએ જણાવેલ કે ગામમાં વાસમોનો પ્લાન નખાયેલો જ છે. પરંતુ પોણો કિ.મી.ની લાઇન નાખવાના વાંકે નર્મદાનું પાણી ગામને મળી શકયુ નથી. એટલે સૌથી પહેલા આ કાર્ય આગળ ધપાવવાની અમારી નેમ રહેશે.

એકંદરે ગામમાં શાંતિ અને સંપનું વાતાવરણ છે. નાની મોટી સમસ્યાઓ સાથે બેસીને ઉકેલી લેવાની ખેવના અહીં પ્રબળ છે. પુર્વ સરપંચ ખીમજીભાઇ પરમાર પણ હંમેશા ગામના વિકાસ માટે સક્રીય રહ્યા હતા. ત્યારે ગ્રામજનોનો આવો જ સહકાર મને પણ મળતો રહેશે તો જાયવાને આદર્શ ગામ બનતુ કોઇ અટકાવી નહીં શકે તેમ ફિરોઝભાઇ  સુધાગુનિયાએ આ તકે જણાવ્યુ હતુ.

આ મુલાકાત દરમિયાન નવનિયુકત સરપંચ ફિરોઝભાઇ કાસમભાઇ સુધાગુનિયા (મો.૯૮૨૪૮ ૯૫૫૯૨) ની સાથે કારોબારી ટીમના સભ્યો વિજયસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, જેન્તીલાલ જીવાભાઇ જાલા, ભવાનભાઇ જેઠાભાઇ ચૌહાણ ચંદ્રીકાબેન રમેશભાઇ મુંગરા, વિજયાબેન અમરશીભાઇ રપારકા, ભુમિબેન કમલેશભાઇ સોલંકી તેમજ શુભેચ્છકો સર્વશ્રી ધર્મેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા (હનુભા), ભરતભાઇ લાલજીભાઇ છત્રારા, અરવિંદભાઇ જાદવજીભાઇ છત્રારા, નીતિનભાઇ વાલજીભાઇ ઝાલા, કેશુભાઇ ગોવિંદભાઇ રપારકા, સિરાજભાઇ અબ્બાસભાઇ સુધાગુનિયા, રોનક ફિરોઝભાઇ સુધાગુનિયા, રમેશભાઇ નાનજીભાઇ મુંગરા, દિનેશભાઇ નાનજીભાઇ ઝાલા, પ્રકાશ અમરશીભાઇ રપારકા, કલ્પેશભાઇ અરજણભાઇ સોલંકી, અકિલાના પ્રેસ ફોટોગ્રાફર અને જાયવાના ખાતેદાર અશોકભાઇ બગથરીયા વગેરે સાથે રહ્યા હતા.

તસ્વીરમાં 'અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે જાયવાના નવનિયુકત સરપંચશ્રી તેમજ કારોબારી સભ્યો અને શુભેચ્છકો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(2:43 pm IST)