Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

થોરાળાની સર્વોદય સોસાયટીના કારખાનામાં મોડી રાત્રે દરોડોઃ દારૂની ૯૬ બોટલો જપ્ત થઇ

થોરાળા પોલીસે ભરત ડાઇકલીંગમાં દરોડો પાડ્યોઃ વિજય સહિત બેની શોધ

રાજકોટ તા. ૮: નવા થોરાળાની સર્વોદય સોસાયટીમાં ભરત ડાઇટીંગ નામના કારખાનામાં થોરાળા પોલીસે દરોડો પાડી રૂ. ૪૨ હજારનો ૯૬ બોટલ દારૂ કબ્જે લીધો છે.

ઇન્ચાર્જ પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ આર. એમ. કોટવાલ, ફિરોઝભાઇ શેખ, જાહીરખાન, રોહિતભાઇ કછોટ, વિજયભાઇ મકવાણા, મશરીભાઇ ભેટારીયા સહિતના સ્ટાફે મોડી રાત્રે પેટ્રોલીંગ દરમિયાન વિજયભાઇ અને મશરીભાઇને મળેલી બાતમી પરથી ભરત ડાઇકલીંગ નામના કારખાનામાં દરોડો પાડતાં કારખાનેદાર વિજય કોબીયા અને સાથેનો શખ્સ હાજર મળ્યા નહોતાં.  અહિથી ૯૬ બોટલ દારૂ મળતાં ભાગી ગયેલા બંને સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

સંદિપ અને રૂડીબેન દેશી દારૂ સાથે પકડાયા

કોઠારીયા સોલવન્ટ સિતારામ સોસાયટીમાંથી સંદિપપરી પ્રફુલપરી ગોસ્વામીને રૂ. ૪૦૦ના દેશી દારૂ સાથે કોન્સ. કનકસિંહે પકડ્યો હતો. જ્યારે નવાગામના પાટીયે ખરાબામાં  હેડકોન્સ. બુટાભાઇ ભરવાડે દરોડો પાડી રૂડીબેન રાજુ સાડમીયાને રૂ. ૬૦ના દેશી દારૂ સાથે પકડી લેવાઇ હતી.

(12:54 pm IST)