Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

મવડી વિસ્તારમાં રસ્તાઓ ડામરથી મઢાશે

 રાજકોટ, તા. ૮ :  શહેરના વોર્ડ નં. ૧૧માં સમાવેશ થતા મોવડી વિસ્તારનાં જીવરાજ પાર્ક તેના જ અંબિકા ટાઉનશીપ જેવા વિકાસ પામતા વિસ્તારમાં ઘણા સમય થયા આંતરીક રસ્તાઓની ઘણી બધી ફરીયાદ હતી. આ વિસ્તાર ચોમાસામાં કાદવ કિચડથી લથબથ રહેતા. આ બાબતે આ વિસ્તાર કોર્પો. ધનશ્યામસિંહ એ. જાડેજા પરેશભાઇ હરસોડા, પારૂલબેન ડેર, વસંતબેન માલવી દ્વારા રજુઆત થતાં આજરોજ આ પ્રશ્નનું નિરાકરણ થયેલ છે ને રૂ. ૭પ,પ૦,૦૦૦/- ને ખર્ચ રોડ મેટલીંગનું કામ મંજુર કરવામાં આવેલ આ કામનું ખાતમુર્હૂત વાલજીભાઇ લક્કડ (વો.પ્રમુખ) રાજુભાલ જીતુભાઇ, અરવિંદભાઇ, જયપ્રકાશભાઇ, ગજેન્દ્રસિંહ જાડેજા, ફર્નાડિસસ, દીપકભાઇ વિગેરે હાજર રહ્યા હતા. કોર્પોરેટર ધનશ્યામસિંહ, પરેશ હરસોડા પારૂલબેન તથા વસંતબેન માલવીની રજુઆત સફળ

(12:51 pm IST)