Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

રાજકોટમાં કાલે ભરવાડ સમાજની ૪૪ દિકરીઓ જોડાશે લગ્નગ્રંથીએ

૨૦માં સમુહલગ્નોત્સવ પ્રસંગે યુવાનોને વ્યસનમુકિતના શપથ લેવડાવાશેઃ ભરવાડ સમાજના ધર્મગુરૂ પૂ. ઘનશ્યામપુરીબાપુ આશીર્વચન પાઠવશેઃ કરીયાવરમાં વિવિધ : ચીજ- વસ્તુઓ અપાશે

રાજકોટઃ અહીયા  ગૌપાલક સમુહ લગ્ન સેવા સમિતિ દ્વારા આવતી કાલે શુક્રવારે ૨૦માં સમુહ  લગ્ન  યોજાઇ રહયા છે.  જેમાં ભરવાડ સમાજના ધર્મગુરૂ  પૂ. ઘનશ્યામપુરીબાપુ  સહિતનાં સંતો - મહંતો અને સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં ૪૪ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડનાર છે. પારીજાત પાર્ટી પ્લોટની બાજુનાં ગ્રાઉન્ડમાં ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે  સમુહલગ્ન ના દિવસે રકતદાન કેમ્પ અને વ્યસનમુકિત કેમ્પ રાખવામાં આવેલ છે.  નવા ચુંટાયેલા સમાજના ધારાસભ્યો અને સમાજના શ્રેષ્ઠીઓ અને અધિકારીઓનું વિશેષ સન્માન કરવામાં આવશે. 

 દિકરીઓને કરીયાવરમાં સોના ચાંદીની વસ્તુઓ, કબાટ, પથારી સેટ, કટલેરીસેટ ઉપરાંત  જીવનજરૂરી  ચીજવસ્તુઓ સમાજ તરફથી આપવામાં આવે છે.   દિકરી કે દિકરા પક્ષ તરફથી એકપણ રૂપીયો લેવામાં આવ્યો નથી. દિકરીઓ સમયસર સાસરે વળાવી દેવાય એ જરૂરી  છે.

સમુહલગ્નને સફળ બનાવવા રાજુભાઇ નોંધાભાઇ જુંજા, ભીખાભાઇ લક્ષ્મણભાઇ પડસારીયા, હિરાભાઇ ઉકાભાઇ બાંભવા હમીરભાઇ વેરસીભાઇ ટોળીયા, નારણભાઇ ચનાભાઇ ટારીયા, રૈયાભાઇ વેલાભાઇ ઝાપડા, નારણભાઇ માંડણભાઇ વકાતર, બીજલભાઇ રામજીભાઇ ટારીયા, લીંબાભાઇ ખેંગારભાઇ માટીયા, રમેશભાઇ તેજાભાઇ જુંજા, મનુભાઇ બચુભાઇ બાંભવા, ડાયાભાઇ ફકીરાભાઇ રાતડીયા, નાગજીભાઇ જીણાભાઇ ગોલતર, રાજુભાઇ મેપાભાઇ ટોયરા, હરેશભાઇ મૈયાભાઇ ઝાપડા, ગોપાઇભાઇ નરશીભાઇ ગોલતર, પ્રકાશભાઇ કુવરાભાઇ ઝાપડા, ગોપાલભાઇ મનુભાઇ સરસીયા, ધીરજભાઇ અરજણ ભાઇ મુંધવા, પરેશભાઇ લક્ષ્મણભાઇ  સોરીયા, રાજુભાઇ ઘેલભાઇ ઝાપડા ઉપરાંત વિગેરે જહેમત ઉઠાવી રહયા છે. (૧.૧૫)

(12:51 pm IST)