Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

નાટક 'જાવેદા'માં મુંબઈના ૧૧ કલાકારોની ટીમ

પ્રેમ શાશ્વત રહેવા જન્મ્યો છે અને હંમેશા શાશ્વત (જાવેદા) રહેશે : દેશભરમાં આ નાટકના ૨૫થી વધુ શો થઈ ગયા છે : રાજકોટમાં ૨૦મીએ નાટક : ટિકિટોનું બુકીંગ કરાવી લેવુ

રાજકોટ, તા. ૮ : અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને, પરંતુ કોણ લઈને જઈ શકયું દરિયો ઊઠાવીને ! —કિરણ ચૌહાણ.

કવિ શ્રી કિરણસિંહ ચૌહાણની આ પંકિતઓ એટલા માટે યાદ આવી કે પ્રેમ પર કોઈ જોર ન તો કયારેય ચાલ્યું છે ન તો કદી ચાલશે કદાચ ! પ્રેમ શાશ્વત રહેવા જન્મ્યો છે અને હંમેશા શાશ્વત (જાવેદા) રહેશે અને આવી જ કંઈક વાત લઈને આવી રહ્યું છે વિદેહી એન્ટરટેઇનમેન્ટનું નવું નાટક - જાવેદા . મુંબઈના ૧૧ જેટલા કલાકારોની ટીમ કે જેમાં રાઇટર - ડિરેકટર થી લઇ ને કોઈ પણ આર્ટિસ્ટ ની ઉમર ૨૫ વર્ષથી વધારે નથી તેવા વેરી વેરી યંગ , ટેલેન્ટેડ અને એનર્જી થી ભરપૂર આર્ટિસ્ટ સમગ્ર ભારતમાં આ નાટક ના ૨૫ થી પણ વધારે શો કરી ચુકયા છે.

વિદેહી એટરટેઈન્મેન્ટ ના કુ. દેવલ વોરા, તેમની નાટકો અને કાર્યક્રમો માટેની અનોખી પસંદગી માટે જાણીતા છે. રાજકોટના સાહિત્ય-રસિકો માટે કંઈક નવું , કંઈક અનોખું લાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. તેઓએ લાવેલું, ગુજરાતી મુવી હેલ્લારોના લેખક શ્રી સૌમ્ય જોશી આલેખિત - દિગ્દર્શિત નાટક 'આજ જાને કી જીદ ન કરો' 'યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ'ને રાજકોટવાસીઓએ ભાવપૂર્વક પ્રચંડ પ્રતિસાદ આપ્યો તો આરજે દેવકી અભિનીત સમુદ્ર મંથ ને રાજકોટવાસીઓ હજુ પણ ભૂલી નથી શકયા ! નાટક પૂરું થયા પછી સૌ દર્શકોની તાળીઓએ અને ખડખડાટ હાસ્ય-રેલીઓ એ સાબિત કરી આપ્યું કેરાજકોટની કલાપ્રેમી જનતા માટે, સારા અને પ્રયોગશીલ નાટકોને આવકારવાનીખુલ્લા હૃદયની ભાવના શિખર પર છે! માટે જ રાજકોટના કલાપ્રેમી રસિકો માટે દેવલ વોરા, એક સાવ અનોખો પ્રયોગ લઇને ફરી આવી રહ્યા છે.વિદેહી એન્ટરટેઇન્મેન્ટ હર-હંમેશ વિષયો માં વૈવિધ્યસભર અને રાજકોટ માં ભાગ્યે જ આવતા અત્યંત બોલ્ડ વિષયો વાળા, કલાસિક નાટકો લાવવાની પરંપરા આગળ ધપાવતા , આ વખતે એવી સ્ટોરી લઈને આવી રહ્યા છે જે આપણો સમાજ સરળતાથી સ્વીકારતો નથી.

માત્ર ૨૨ વર્ષના , નાટકના રાઇટર - ડિરેકટર શ્રી નવલદીપ સિંહ જણાવે છે તેમ કે આપણું નાટ્ય જગત મોટે ભાગે ઙ્કકલાસિકના એડપ્શન ઙ્ક માટે જ સીમિત રહી ગયું છે, મૌલિકતા માટે ભાગે ખુબ ઓછી જોવા મળે છે. જાવેદા દ્વારા અમે સમાજ ના આપણી આજુબાજુ માં દ્યટતા સળગતા મુદ્દાઓ ને અમારી આંખો દ્વારા સમાજ સામે આયના સ્વરૂપે મુકવા માંગીએ છીએ.

નાટકનો પ્રયોગ હેમુ ગઢવી હોલ મીની માં રાખવામાં આવ્યો છે અને ટિકિટો નું બુકિંગ શરુ થઇ ગયું છે. બુકિંગ શરુ થયાને પેહલા જ દિવસે ૨૫્રુ બુકિંગ થઇ ગયું છે, માટે રાજકોટવાસીઓ ને અપીલ છે કે ફટાફટ બૂકિંગ કરાવો અને તમારી સીટ વહેલી તકેઙ્ગ મેળવી લો. એડવાન્સ બુકિંગ માટે આજે જ સંપર્ક કરો : ૯૦૨૩૨૮૨૪૦૭.

નાટકનો એક માત્ર પ્રયોગ ૨૦ જાન્યુઆરી, સોમવાર, રાત્રી ના ૯.૩૦ વાગ્યે હેમુ ગઢવી હોલ મીની ખાતે થશે. રાજકોટ વાસીઓને આ અદભુત નાટકની ટિકિટ વહેલી તકે મેળવી લેવા અનુરોધ છે.

(4:40 pm IST)