Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

રાજકોટ એન્જીનીયરીંગ એસો. ની વાર્ષિક સભાઃ ડીરેકટરીનું વિમોચન

રાજકોટ :.. રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનની વર્ષ ર૦૧૮-૧૯ ની વાર્ષિક સાધારણ સભા તેમજ ૧૪ મી મેમ્બર ડીરેકટરી લોચીંગ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. પ્રમુખ પરેશ વાસાણીની કુનેહ અને દિર્ઘદ્રષ્ટીથી  યોજાયો આ કાર્યક્રમનું સંચાલન આર. ઇ. એ. ના યુવા નિયામક આશિષ સરધારા દ્વારા કરવામાં આવેલ. સ્વાગત પ્રવચન માનદ સહમંત્રી નરેન્દ્ર પાંચાણીએ કરેલ. દરેકનું પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત તથા અભિવાદન આર. ઇ.એ.ના ઓફીસ બેરર્સ તેમજ નિયામકગણ દ્વારા કરવામાં આવેલ. દિપ પ્રાગટયમાં મંચસ્થ સર્વશ્રી હંસરાજભાઇ ગજેરા પ્રમુખ લઘુ ઉદ્યોગ ભારતી, રમેશભાઇ ટીલારા -ચેરમેન શાપર-વેરાવળ એસો., પરેશ વાસાણી-પ્રમુખ આર. ઇ. એ., વી. પી. વૈષ્નવ -પ્રમુખ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, બીપીનભાઇ હદવાણી, પ્રમુખ જીઆઇડીસી (લોધિકા) ઇન્ઙ એસો., જીવણભાઇ પટેલ -પ્રમુખ આજી જીઆઇડીસી ઇન્ઙ એસો.,  કિશોરભાઇ ટીલારા -પ્રમુખ - શાપર-વેરાવળ એસો. કમલનયન સોજીત્રા વિગેરેએ સહયોગ પ્રદાન કરેલ. સભાની કાર્યવાહીનું સંચાલન માનદ મંત્રી યશ રાઠોડે સંભાળેલ. ડીરેકટરીના પ્રકાશક મિહીર ભટ્ટનું આ તકે પુષ્પ ગુચ્છ દ્વારા સન્માનીત પણ કરવામાં આવેલ. અંતમાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.

(4:35 pm IST)