Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

કુવાડવા પોલીસનો સપાટો ;રૂડાનગરમાં દરોડા ;ચાઈનીઝ દોરા અને તુક્કલનો 1,30 લાખનો મુદામાલ ઝડપાયો

રાજકોટ ;રાજકોટ પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર અને ડીસીપીની સૂચના અને એસીપી ભરત રાઠોડના માર્ગદર્શન હેઠળ કુવાડવા પોલીસના પો,ઇન્સ,મોડિયા તથા ડી,સ્ટાફના પો,,ઇન્સ,એમ.કે,ઝાલા અને હેડ કોન્સ્ટેબલ હિતેષભાઇ ગઢવી સલીમભાઇ માડમ બુટાભાઈ ભરવાડ પો,કો,હરેશભાઇ સારદીયાની ટીમે રૂડા નગરમાં દરોડો [પાડીને 1,30 લાખનો ચાઈનીઝ દોરા અને તુક્કલનો જથ્થો ઝડપી પડ્યો હતો

  રૂડા નગર પાછળ બાલજીપાર્કમાં આવેલ આરોપી ડિમપેશ અંબાણીના ગોડાઉનમાંથી ચાઈનીઝ તુક્કલ 8000 નંગ કિંમત 80,000ની જથ્થો કબ્જે કર્યો હતો જયારે રૂડા નગર ગેટ સામેથી ચાઈનીઝ દોરા વળી ફીરકી નંગ 125 કિંમત 50,000ના જથ્થા ગણી આરોપી દિલિપભાઈ ઝાપડિયાની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી કરી છે તપાસ પો..ઇન્સ,એમ,કે ઝાલા ચલાવી રહ્યા છે

 

(12:07 am IST)