Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

પોસ્ટલ પેન્શનર્સના પોસ્ટ ઓફીસ ખાતે દેખાવોઃ આવેદન

રાજકોટઃ પોસ્ટલ પેન્શનર્સ એસો.ની કન્વીનર અતુલભાઇ શેઠની આગેવાની હેઠળ દેખાવો યોજાયા હતા. પોસ્ટ માસ્તર જનરલને વિસ્તૃત આવેદનપત્ર પાઠવાયું હતું. આવેદનમાં ઉમેરાયું હતું કે ડીપાર્ટમેન્ટ ઓફ પોસ્ટલ ન્યુ દિલ્હીએ ઉપરોકત રીવીઝન ઓફ પેન્શન તા.૩૦-૯-ર૦૧૭ સુધીમાં પુરૂ કરી જરૂરી હુકમો કરવા માટે ઓર્ડર પાસ કરેલ છે. આ બાબતે ડાયરેકટર ઓફ એકાઉન્ટ પોસ્ટલ અમદાવાદ તરફથી માત્ર ૩૦ ટકા કેસીસમાં હુકમો રીલીઝ કરેલ છે. બાકી રહેતા બધા પેન્શનરો મુશ્કેલી અનુભવી રહયા છે અને ન્યાય માટે માંગણી કરી રહયા છે. તેમજ રીવાઇઝ પી.પી.ઓ. પણ મોકલવામાં આવેલ નથી. આથી આપશ્રીને આ બાબત હાથ પર લઇ અને રીવાઇઝ પેન્શનનું એરીયર્સ તા.૩૧-૧-ર૦૧૮ સુધીમાં બાકી રહેતા પેન્શનરોને મળી રહે તેવા જરૂરી હુકમો અને પેમેન્ટ મળી રહે તેવી વ્યવસ્થા કરી આપવા રજુઆત છે. આ ઉપરાંત એશોસીએશનની માંગણી છે કે રાજકોટ ખાતેની એચ.જે.દોશી હોસ્પીટલ, સ્ટરલીંગ હોસ્પીટલ તેમજ હોકહાર્ડ હોસ્પીટલને કેશલેસ ટ્રીટમેન્ટ માટે માન્યતા આપવી અને સદરહું હોસ્પીટલને સેન્ટ્રલ ગવરમેન્ટ હેલ્થ સ્કીમ (સીજીએચએસ)ની પેનલ હોસ્પીટલ તરીકે માન્ય કરી ઇન્ડોર પેસન્ટ ટ્રીટમેન્ટ માટે કેશલેસ બેઝીક ઉપર ટ્રીટમેન્ટ લઇ શકે જેથી કરીને ડીપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના પેન્શનરોને જરૂરી ટ્રીટમેન્ટ કેશલેસ બેઝીઝના ધોરણે મળી રહે તેવી મંજુરી મેળવી આપવા તાકીદે યોગ્ય વ્યવસ્થા કરી આપવી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:05 pm IST)