Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

ચાણકય વિદ્યામંદિર દ્વારા ''કસુંબલ'' વાર્ષિકોત્સવ

 તાજેતરમાં ચાણકય વિદ્યામંદિર, કરણસિંહજી મેઇન રોડના ઉપક્રમે હેમુગઢવી હોલમાં કસુંબલ શીર્ષક તળે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. લેહાઉસથી ધો. ૧૧ સુધીના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. ગુજરાત માધ્યમિક તેમજ માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહના હસ્તે દીપ પ્રાગટયથી કાર્યક્રમની શરૂઆત થઇ હતી. એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસના ચેરમેન નેહલભાઇ શુકલ, શાળાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રવીણભાઇ રૂપાણી, ટ્રસ્ટી દીપાબેન દેસાઇ, ટસ્ટી વાંગીબેન ખોખાણી, નિયામક ઓજસભાઇ ખોખાણી, નિયામક નિલેશભાઇ દેસાઇ, ઉચ્ચતર માધ્યમીક વિભાગના આચાર્ય હર્ષિદાબેન આરદેશણા, કાર્યકારી આચાર્ય રશ્મિબેન બગથરિયા ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં વિભાગ પ્રમાણે નકકી કરેલા સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રસ્ટીઓ તેમજ આચાર્યના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માન મેળવનાર વિદ્યાર્થીઓમાં પ્રાથમીક વિભાગ (૧) જીકડીયા રીયા ૩બી (ર) વઢવાણ હર્ષરાજ પબી ઉચ્ચ પ્રાથમીક વિભાગ (૧) કકકડ કોમલ ૬ એ (ર) ગેડિયા વત્સલ ૭ બી, માધ્યમીક વિભાગ (૧) સમેચા કાજલ ૯ એ (ર) ભટ્ટ દર્શન ૯ બી (૩) ફીચડીયા ધ્રુવી ૧૦ એ (૪) પરમાર દેવેન ૧૦ બી, ઉચ્ચતર માધ્યમિક (૧) વાગડીયા બંસી ૧ર (ર) કોરાટ જૈનીશ ૧ર નો સમાવેશ થાય છે.શવિજીની પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત બાદ કથ્થક નૃત્ય શૈલીએ લોકોને ભાવુક બનાવી દીધા હતા. બાળવર્તા પર બાળકોએ અભિનય કરેલ કરાટેના દાવોએ પણ સૌને અચંબિત કરી દીધેલ. બ્રેકડાડાન્સ તેમજ રીબીનડાન્સે આકર્ષણ જમાવ્યું હતું. અંતમાં દિવ્યેશભાઇ સંઘાણીએ આભાર દર્શન કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટીઓ દ્વારા શિક્ષકો, એડમીન સ્ટાફ તથા આચાર્યઓને અભિનંદન પાઠવાયા હતા.

(3:48 pm IST)