Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

રાજકોટથી હરિદ્વાર સુધીની રેલ્‍વેની વધુ ટ્રીપો શરૂ કરો : ગોવિંદભાઇ પટેલ

સાંસદ રામભાઇ મોકરીયાને રેલ્‍વે પ્રશ્‍નો અંગે રજુઆત

રાજકોટ,તા. ૭ : રાજયસભાના સાંસદ રામભાઇ મોકરિયા સમક્ષ રેલ્‍વેના પ્રશ્‍નો અંગે રાજકોટના ધારાસભ્‍યશ્રી ગોવિંદ પટેલે રજુઆત કરી છે.

જેમાં દરેક સ્‍લીપિંગ કોચમાં કોરોના સમયથી બેડરોલ આપવાનું બંધ થયેલ છે. તે શરૂ કરવા, રાજકોટથી હરિદ્વાર જતી સાપ્‍તાહિક ટ્રેનને બદલે અઠવાડીયે ૪ ટ્રીપે રાજકોટની શરૂ કરવાની તેમજ તે ટ્રેનમાં પેન્‍ટ્રીકારની વ્‍યવસ્‍થા નથી તે શરૂ કરવાની, તેમજ અમદાવાદથી ટ્રેન નં. ૧૨,૯૪૮ અમદાવાદથી પટણા સુધી જાય છે તે ટ્રેનને અઠવાડીયે ૩ ટ્રીપ રાજકોટ સુધી લંબાવવામાં આવે તો રાજકોટમાં બિહાર અને યુ.પી.ના હજારો કામદારો અને શ્રમિકો જે કામ કરે છે તેમને સગવડતા મળી રહે.

તેમજ નવજીવન એક્‍સપ્રેસ જે ટ્રેન અમદાવાદથી મદ્રાસ સુધી જાય છે તેને અઠવાડીયે બે કે ત્રણ વખત રાજકોટ સુધીની ટ્રીપ મળી રહેતલ સૌરાષ્‍ટ્રના પેસેન્‍જરોને તેનો લાભ મળી રહે તે પ્રકારની માંગ કરતા અલગ અલય પત્રોથી કરેલ છે.

તેમજ રાજકોટથી મુંબઇ જતી ગાડીના (સૌરાષ્‍ટ્રમેલ)ના સમયમાં થોડો ફેરફાર કરવો જોઇએ. તેમજ ડબલ ટ્રેકની લાઇનનું કામ ઝડપથી પૂર્ણ થાય તો સૌરાષ્‍ટ્રને તેનો મોટો ફાયદો મળી રહે તેમ અંતમાં ગોવિંદભાઇ પટેલે જણાવ્‍યું છે

(4:34 pm IST)