Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

આગ લાગે ત્‍યારે શું કરવું, શુંન કરવું: ૯ હોસ્‍પીટલોમાં મોકડ્રીલ

મનપાની ફાયર એન્‍ડ ઇમરજન્‍સી શાખા દ્વારા નિદર્શન-તાલીમ

રાજકોટ તા. ૭: મહાનગરપાલિકાની ફાયર એન્‍ડ ઇમરજન્‍સી શાખા દ્વારા ચીફ ફાયર ઓફીસર આઇ.વી. ખેર અને ડે. ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્‍પિટલો રેટીના હોસ્‍પિટલ, આમ્રપાલી અન્‍ડર બ્રીજ પાસે, પરમ હોસ્‍પિટલ, મવડી ચોકડી પાસે, જી.ટી. શેઠ હોસ્‍પિટલ, જામટાવર પાસે, સેલસ હોસ્‍પિટલ, રૈયા રોડ, ગોકુલ હોસ્‍પિટલ, કુવાડવા રોડ, માહી ન્‍યુ બોર્નર કેર હોસ્‍પિટલ, પંડિત દીનદયાળ મેઇન રોડ, નક્ષકિરણ હોસ્‍પિટલ, કોઠારીયા રોડ રણૂંજા મંદિર પાસે, ઓલમ્‍પસ હોસ્‍પિટલ, વિદ્યાનગર મેઇન રોડ તથા સારથી હોસ્‍પિટલ, વિદ્યાનગર મેઇન રોડ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

ઉપરોકત મોકડ્રીલ દરમ્‍યાન વિવિધ ૯ હોસ્‍પિટલોમાં ડકોટર તથા નર્સીંગ સ્‍ટાફ તેમજ અન્‍ય સ્‍ટાફને ફાયર એન્‍ડ ઇમરજન્‍સી વિભાગના સ્‍ટેશન ઓફિસર એ. કે. દવે, એફ. આઇ. લુવાની, આર. એ. જોબણ, એમ. કે. જુણેજા, એ. બી. ઝાલા, આર. એ. વિગોરા, એચ. પી. ગઢવી, ઇન્‍ચાર્જ સ્‍ટેશન ઓફીસર આર. પી. જોષી તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્‍ટાફ દ્વારા હોસ્‍પિટલમાં આગ લાગે ત્‍યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષસ્‍ટીંગ્‍યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ.

(4:32 pm IST)