Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

પાણીમાં પવન વેગી સિધ્ધી : સુરતની સ્વીમર આશ્ના ચેવલીને ઓલમ્પીકમાં જવાનો મનસુબો

૩ વર્ષમાં ૧૩ રાષ્ટ્રીય અને ૧ આંતરરાષ્ટ્રીય રમતમાં પ્રતિનિધિત્વ : ઘોડેસવારી, સાયકલીંગનો પણ શોખ

રાજકોટ તા. ૭ : પાણી સાથે બાથ ભરી પવન વેગી સિધ્ધી સુરતની આશ્ના ચેવલીએ મેળવી લીધી છે. તરણમાં ખાસ ગણાતી ડાઇવીંગમાં પ્રભુત્વ મેળવી ૩ વર્ષમાં જ ૧૩ નેશનલ અને ૧ ઇન્ટરનેશનલ રમતમાં ભાગ લઇ ગુજરતી દીકરીએ ૩ ગોલ્ડ, ૪ સીલ્વર અને પ બ્રોન્ઝ મેડલ જીતી બતાવ્યા છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે 'ખેલ પ્રતિભા પુરસ્કાર' મેળવનાર આશ્નાએ 'અકિલા' સાથેની મુલાકાત દરમિયાન જણાવેલ કે આમ તો મે ૨૦૧૫ માં રાજકોટથી જ ૬૦ મી સ્કુલ ગેઇમ્સ નેશનલમાં ડાઇવીંગની શરૂઆત કરી હતી. અહીં પ્રથમ મેડલથી કારકીર્દી આરંભાઇ હતી. છેલ્લા બે વર્ષથી નેશનલ લેવલ પર ચેમ્પીયન થવાની તકો મળી રહી છે. ૨૦૧૭ માં ઉઝબેકીસ્તાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલ. ઓલમ્પીકમાં જવુ એ મારૂ લક્ષ્ય છે.

આશ્નાના મમ્મી સેજલબેન કહે છે આશ્ના નાની હતી ત્યારથી જ જીમ્નાસ્ટીક તરફ આકર્ષણ ધરાવતી હતી. ત્રણેક વર્ષની ઉંમરે જ સુરતની તાપી નદી પર પપ્પા નિખીલભાઇ અને દાદા સાથે સ્વીમીંગ કરવા લાગી હતી. સાડા છ વર્ષની ઉંમરે જીમ્નાસ્ટીક શરૂ કરેલ. તેમાં રાજય અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ.

૧૨ વર્ષની ઉંમરે સુરત વલસાડ સુરત વચ્ચે ૨૦૦ કી.મી. નું સાયકલીંગ કરી નાની ઉંમરમાં સાયકલીંગમાં પણ સિધ્ધી પુરવાર કરી બતાવેલ. એજ રીતે ઘોડે સવારીનો પણ તેને બહુ શોખ છે.

પોરબંદરમાં યોજાતી ૧૦ કી.મી.ની દરીયાઇ સ્વીમીંગ કોમ્પીટીશનમાં પણ તેણી વિજેતા બની ચુકી છે. છેલ્લા બે વર્ષથી નેશનલ લેવલે ચેમ્પીયનશીપ મેળવી રહી છે.

આશ્ના કહે છે કે સ્થાનીક લેવલે મને પ્રેકટીસની સમસ્યા રહે છે. કેમ કે સુરત મહાનગરપાલીકા પાસે ડાઇવીંગ પુલનો અભાવ છે. જો કે હું સોલાપુર અને મુંબઇ પ્રેકટીસ કરીને તેમજ પુણેના આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટીટયુટમાં પ્રેકટીસ કરીને મારો શોખ આગળ ધપાવી રહી છુ અને તેમાં મને સંતોષ છે.

તસ્વીરમાં તરણ વિષેની વાતો વાગોળતી આશ્ના ચેવલી, તેના મમ્મી સેજલબેન ચેવલી (મો.૯૮૭૯૫ ૧૯૩૯૧) અને બાજુમાં નિવૃત્ત ફોરેસ્ટ ઓફીસર વી. ડી. બાલા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:55 pm IST)
  • છોટાઉદેપુર ખાતે આવેલી લાંચ રૂશ્વત કચેરી માં ઘરફોડ ચોરી થઈ છેતસ્કરો દરવાજા ના ન્કુચા તોડી ઑફિસ માં પ્રવેશી તીજોરી માંથી 55, 000 રોકડા પાવડર વાળી નોટો લઇ ગયા છેતેમજ ગુનાના કામે વપરાયેલ કવર જેમા લાંચ રૂશ્વત માં પકડાયેલા આરોપી ઓ ના જવાબના કવરો પણ ફાડી ને લઇ ગયા છે access_time 3:56 pm IST

  • ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અતુલ કરવાલની બઢતી :સીઆરપીએફમા આઈજી તરીકે ફરજ બજાવી રહેલા કરવાલ ન એડિશનલ ડિજી તરીકે અપાઈ બઢતી : હાલ CRPF મા આઈજી તરીકે ડેપ્યુટશન પર છે અતુલ કરવાલ. access_time 9:52 pm IST

  • પીટર મુખર્જીની જામીન અરજીનો સીબીઆઈએ કર્યો વિરોધ :તેની સામે પર્યાપ્ત પુરાવા :મુખરજીએ દાખલ કરેલી અરજીમાં પોતે ગુન્હામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો હતો :સીબીઆઈએ જામીન અરજી અંગે કહ્યું કે પીટર ,શીના બોરનું અપહરણ અને હત્યાના જધન્ય અપરાધમાં સામેલ હતા અને તેની વિરુદ્ધ આરોપ સાબિત કરવા પૂરતા પુરાવા છે access_time 1:02 am IST