Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

બજરંગ મિત્ર મંડળ દ્વારા અનાજ કીટનું વિતરણ

બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જરૂરીયાતમંદ ૧૪૬ જેટલા લોકોને કાચી ખીચડી તથા ૧૦૦ જરૂરીયાતમંદોને ૧ કિલો ખાંડ, ૧ કિલો ઘઉંનો લોટ, અમુલની એક એક થેલી છાશ સહીતની અનાજની કીટનું વિતરણ થયેલ. જેનો પ્રારંભ છોટાલાલ લાધાભાઇ ચેરી. ટ્રસ્ટના મહેન્દ્રભાઇ રાજવીરના હસ્તે થયો હતો. જેમાં પ્રમુખ સ્થાને ગાયત્રી પરીવારના શુભદ્રાબેન રાજયગુરૂ, રઘુવંશી અગ્રણી પ્રતાપભાઇ કોટક, જે.ડી.ઉપાધ્યાય, આયુર્વેદાચાર્ય ડો. કેતનભાઇ ભીમાણી, એડવોકેટ જતીનભાઇ કારીયા, જૈન અગ્રણી ભાવનાબેન મેતા, રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટીવાળા રમણભાઇ કોટક, હરીદ્વારથી પધારેલ પ્રવિણભાઇ શાહ, સર્વહિત એકયુ. વાળા મધુબેન જોશી, કાનજીબાપા રાજદેવ, કિશોરભાઇ કારીયા, વિજયભાઇ શાહ, હરીશભાઇ રાજયગુરૂ, ભાગવતાચાર્ય પ્રવીણભાઇ ભટ્ટ, ડો. જયદીપભાઇ યાદવ, પરાગભાઇ પારેખ વગેરે ઉપસ્થિત રહયા હતા. તમામ લાભાર્થીઓને ખાંડ, ઘઉંનો લોટ, ખીચડી તથા છાશ દાતા દિલીપભાઇ સોમૈયા, ઘોઘુભા બાપુ (પૃથ્વીસિંહજી જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ), સ્વ. કિરણબેન પંડયા હસ્તે નિશાબેન પંડયા, મહેન્દ્રભાઇ રાજવીર, કિશોરભાઇ કારીયા તથા બળવંતભાઇ પુજારા, પ્રકાશભાઇ આયા, શેર બ્રોકર રાજુભાઇ ગાંધી તરફથી મળેલ. કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટના પ્રમુખ પ્રભુદાસભાઇ તન્ના, મંત્રી કે.ડી.કારીયા, પ્રવીણભાઇ ગેરીયા, રોહીતભાઇ કારીયા, દિનકરભાઇ રાજદેવ, મનુભાઇ ટાંક, ધૈર્ય રાજદેવ, ગોવર્ધન લાલસેતા, અરજણભાઇ પટેલ, મનીષભાઇ વસાણી, દેવાંગભાઇ શેઠ, દિનેશભાઇ આડેસરા, રત્નાબેન મહેશ્વરી, પારૂલબેન દાવડા, માયાબેન ગોહેલ, રીનાબેન સોની સહીત અસંખ્ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(3:52 pm IST)