Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ઇન્ટરસ્કૂલ કવીઝ કોમ્પીટીશન

 રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા તાજેતરમાં ઇન્ટર સ્કૂલ કવીઝ કોમ્પીટીશન'' બેટલ ઓફ ધ માઇન્ડ''નું આયોજન રૈયા રોડ પરના સી.એ. ભવન ખાતે કરાયું હતું. ૩૨ સ્કૂલોએ ભાગ લીધેલ. બોૈદ્ધિક કસોટીની સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ કમાલનું પરફોર્મ કર્ર્યુ હતું. પ્રીમિયર સ્કૂલ સતત બીજા વર્ષે ટ્રોફી જીતવામાં મેદાન મારી ગઇ હતી. ફર્સ્ટ રનર્સ અપ સેન્ટ પોલ સ્કૂલ તથા સેકન્ડ રનર્સ તરીકે ગેલેક્ષી સ્કૂલ -વાડી જાહેર થઇ હતી. દરેક વિજેતાઓને રોકડ પુરસ્કાર, મેડલ્સ તથા સર્ટીફિકેટ આપવામાં આવ્યાહતા તથા ભાગ લેનાર દરેક સ્કૂલ તથા વિદ્યાર્થીઓને પાર્ટીસીપેશન સર્ટીફિકેટ આપવામાં આવ્યા હતા. તેમ હિતાબેન મહેતા( મો. ૯૮૯૮૩ ૪૫૬૩૯) અને સકીનાબેન ભારમલ (મો. ૯૯૦૯૯ ૯૮૦૫૫)ની યાદીમાં જણાવાયું છે.

(3:51 pm IST)
  • અમદાવાદ : મેટ્રો પ્રોજેક્ટના કોન્ટ્રકટરને અપાઈ નોટીસ :છેલ્લા દોઢ મહિનાથી કામ બંધ કર્યું હોવાના કારણે મેટ્રો પ્રોજેક્ટ ઓથોરીટી દ્વારા કામ ફરી શરુ કરવા અપાઈ ચેતવણી :જો તેમ ન કરાય તો કોન્ટ્રાક્ટ રદ્દ કરવા અપાઈ ચેતવણી access_time 3:18 pm IST

  • ભારતના ચિફ ઇકોનોમિક એડ્વાઇઝર તરીકે ક્રિષ્નામૂર્થી સુબ્રમનિયમની નિમણુંક : IIT/IIM પૂર્વ ટોપ રેન્કિંગ સ્ટુડન્ટ તથા અમેરિકાના શીકાગોમાંથી Ph.D ડિગ્રી મેળવી હૈદ્રાબાદની બિઝનેસ સ્કૂલમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવાઓ આપતા ક્રિષ્નામૂર્થી 3 વર્ષ માટે દેશના ચીફ ઇકોનોમિક એડવાઈઝર તરીકે સેવાઓ આપશે access_time 5:46 pm IST

  • સુરેન્દ્રનગર જિલ્લાનાધ્રાંગધ્રા ના એંજાર ની પ્રાથમિક શાળા ને તાળા બંધી કરી રોષ ઠાલવ્યો હતોશિક્ષકો ની ઘટ ને કારણે વિધાર્થી ના અભ્યાસ પર અસર પડી વાલીઓ એ અનેક વાર તંત્ર ને કરી જાણના છુટકે શાળા ને લગાવી દીધા તાળા access_time 3:57 pm IST