Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

દેશની સરહદોના સંત્રી - સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાનો દિવસ એટલે 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ'

પોતાના પ્રાણની પરવાહ કર્યા વિના દેશના સીમાડાઓ અને સાર્વભૌમત્વનું રક્ષણ કરનાર દેશના સિપાહીઓ યુદ્ઘ સિવાય કાયદો અને વ્યવસ્થા જેની જાળવણી તેમજ કુદરતી અને માનવસર્જિત અકસ્માત કે આપત્ત્િ।ઓમાં પણ નાગરિકોની સહાયતા માટે ખડે પગે રહી સમાજ અને દેશની અમૂલ્ય સેવા બજાવવા અગ્રેસર રહે છે. દેશની રક્ષા કરવા સતત તૈનાત રહેતા આપણા સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાની આપણી અને સમાજની મોટી જવાબદારી થાય છે.

દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર બહાદુર સૈનિકોના પરીવારજનો સ્વમાનભેર અને સુરક્ષીત રીતે પોતાનો જીવન નિર્વાહ કરી શકે તેવા ઉમદા હેતુસર ૭ ડીસેમ્બર ૧૯૪૯ થી સમગ્ર દેશમાં સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય સુરક્ષાને સુનિશ્યિત કરતા સમગ્ર દેશમાં, ત્રણેય સેવાઓનું પ્રતિનિધિત્વ કરતા લાલ, વાદળી, બલ્યુ રંગોમાં નાના ફ્લેગ અને કાર ફ્લેગ્સ સૈનિક વેલફેર ફંડમાં ફાળો આપ્યા બાદ આપવામાં આવે છે. ખાસ કરીને નાના બાળકો તથા યુવાનોમાં સશસ્ત્ર સેના ધ્વજ દિનના ફ્લેગ એકઠા કરવાનું ખાસ્સું ધેલું છે.

સશસ્ત્ર સેના ધ્વજ દિવસે  ભારતના લોકો પાસેથી ભારતીય સશસ્ત્ર દળના કર્મચારીઓના કલ્યાણ માટે ભંડોળ એકત્ર કરવામાં આવે છે. જેનો મૂળભૂત હેતુ દેશની રક્ષા કાજે પાોતાના પ્રાણ ન્યોછાવર કરનાર બહાદુર સૈનિકોના પરીવારજનો સ્વમાનભેર અને સુરક્ષીત રીતે પોતાનો જીવન નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુધ્ધ અને સૈનિક કાર્યવાહી દરમ્યાન શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી નિવૃત થયેલા સૈનિકોના પુનઃવસવાટ માટે તેમજ સશસ્ત્ર સેનાઓને યુવાન રાખવાની રાષ્ટ્રનિતીના ફળ સ્વરૂપે તમામ નાગરિક સેવાઓની સરખામણીમાં ઘણી નાની ઉંમરમાં સશસ્ત્ર સેનાઓમાંથી નિવૃત થતા સૈનિકો અને તેઓના પરિવારજનોના કલ્યાણ માટે વિવિધલક્ષી કલ્યાણકારી યોજનાઓ બનાવવા માટે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે.

સશસ્ત્ર સેના ધ્વજદિનના દિવસે ભારતીય સશસ્ત્ર દળોની તમામ ત્રણેય પાંખો, ભારતીય સેના, ભારતીય હવાઇદળ અને ભારતીય નૌકાદળના કર્મચારીઓના પ્રયત્નોને બીરદાવવા માટે વિવિધ શો, કાર્નેલિઅસ, નાટકો અને અન્ય મનોરંજન કાર્યક્રમોની વ્યવસ્થા કરવામાં છે.

આપણા સૈનિકો પ્રત્યે આત્મીયતા અને સન્માનની લાગણીની અભિવ્યકિત કરી તેઓના મનોબળને દ્દઢ કરવાના આ અવસરે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં યથા-યોગ્ય યોગદાન આપવા જિલ્લાના પ્રત્યેક નાગરિકોને અપીલ કરવામાં આવે છે.

સંરક્ષણ મંત્રીશ્રીની સમિતિએ ઇ.સ.૧૯૪૯માં મૂળ ધ્વજ દિનની સ્થાપના કરી હતી. ૧૯૯૩ માં ભારતના સંરક્ષણ મંત્રાલયે એકલ સશસ્ત્ર દળોના ફ્લેગ ડે ફંડને લગતું કલ્યાણ ભંડોળ એકત્રિત કર્યું હતું. તે ભંડોળમાં વોર બેરવેડ, વોર ડિસેબલ્ડ અને અન્ય ભૂતપૂર્વ સર્વિસમેન / સર્વિસિંગ કાર્સનલ માટે સ્પેશિયલ ફંડ, ફ્લેગ ડે ફંડ, કેન્દ્રીય સૈનિક બોર્ડ ફંડ, ભારતીય ગોરખા એકસ-સર્વિસમેન વેલ્ફેર ફંડનો  સમાવેશ થાય છે.

આ ફંડ સંગ્રહ સમગ્ર દેશમાં 'કેન્દ્રીય સૈનિક બોર્ડ' (કેએસબી)ની સ્થાનિક હથિયારો દ્વારા સંચાલિત થાય છે, જે સંરક્ષણ મંત્રાલયનો ભાગ છે. સ્વયંસંચાલિત સંસ્થાઓ દ્વારા અધિકૃત અને બિન-આધિકારિક માધ્યમો દ્વારા ફંડ સંગ્રહનું આયોજન કરવામાં આવે છે. ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતોના કલ્યાણ કેન્દ્ર તથા રાજય સરકાર ની કામગીરી કરવામાં આવે છે.

 કેન્દ્રમાં કેન્દ્રિય સૈનિક બોર્ડ, રાજયોમાં જીલ્લા સૈનિક બોર્ડે ભૂતપૂર્વ સૈનિકો, સૈનિકોની વિધવાઓ, તેમના આશ્રિતોના પુનર્વસન અને કલ્યાણ યોજનાઓના નીતિ દ્યડતર અને અમલીકરણ માટે જવાબદાર છે. આ સંદર્ભે કેન્દ્ર સરકારની સહાય માટે, દેશમાં ૩૨ રાજય સૈનિક બોર્ડ અને ૩૯૨ જીલ્લા સૈનિક બોર્ડ છે. ભૂતપૂર્વ સૈનિકોના પુનઃસ્થાપન અને કલ્યાણ માટેની નીતિઓ પર રાજયમાં સૈનિક કલ્યાણ વિભાગને સલાહ આપે છે, સૈનિક કલ્યાણ સચિવ અને જિલ્લા સૈન્ય કલ્યાણ અધિકારી પાસેથી અહેવાલો માંગે છે, જે સેવા અને તેમના આશ્રિતોથી અપ્રામાણિત ભૂતપૂર્વ સૈનિક, વિધવાઓ, અપંગ કર્મચારીઓને ફરીથી પુનૅંવસવાટ કરવા માટેની નીતિઓ અને તેના અમલીકરણ પર કાર્ય કરે છે. જેના માટે રાજય સરકારો દ્વારા ફાળવાયેલા ભંડોળમાંથી અને નાણાંકીય ભંડોળ દ્વારા અમલ કરવામાં આવે છે. આ ફંડનું સંચાલન ભારતના સંરક્ષણ પ્રધાન દ્વારા બનાવવામાં આવેલી મેનેજિંગ કમિટિ દ્વારા કરવામાં આવે છે.(૩૭.૮)

:: સંકલન :: શ્રી રાજ લક્કડ

જુનિયર પી. આર. એકિઝકયુટીવ, મો. ૯૪૦૮૫ ૨૪૩૬૩

(3:39 pm IST)
  • દેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સત્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST

  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST

  • પંચમહાલ જિલ્લાનાગોધરાના ગદુકપૂર ગામમાં આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં 3 જેટલા ઈસમોએ કર્યો ચોરીનો પ્રયાસ કર્યો હતો બેંકનો મુખ્ય દરવાજો તોડી બેંકમાં પ્રવેસી બેંકનું સેફ વોલ્ટ તોડવા જતા ઈમરજન્સી સાયરન વાગતા 3 ઈસમો ફરાર સાયરન વાગતા બેંકમાં રાખેલી રોકડ રકમની ચોરી અટકી છેબનાવને પગલે ગોધરા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે access_time 3:56 pm IST