Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

રાજકોટ સહિતનાં મેયર-કમિશ્નર-સ્ટેન્ડીંગ ચેરમેન સાથે મુખ્યમંત્રીની તાકિદની બેઠક

મેયર બીનાબેન, ડે. મેયર અશ્વિનભાઇ, ચેરમેન ઉદયભાઇ દ્વારા પેન્ડીંગ ટી.પી. સ્કીમો-ડ્રેનેજ- રીક્ષા પાર્કીંગ, રેસકોર્ષ-ર તળાવ સહિતનાં મુદ્દે રજુઆતો

રાજકોટ તા. ૭ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આજે રાજયની તમામ મ્યુ.કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓની તાકિદની બેઠક યોજી તમામ કોર્પોરેશનના પેન્ડીંગ પ્રશ્નો ઉકેલવા અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

રાજકોટથી મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિન મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયકાનગડ, મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીની આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં રાજકોટ કોર્પોરેશનની વિવિધ પેન્ડીંગ ટી.પી. સ્કીમો વહેલી તકે મંજુર થાય તે માટે તેમજ રેસકોર્સ (ર) અટલ સરોવરનો વિકાસના પ્રોજેકટની સમીક્ષા ત્થા રાજકોટની ભુગર્ભ ગટરનું  શુદ્ધ કરાયેલ (ડ્રેનેજ રિસાયકલીંગ) પાણી વેચવા અંગેની યોજના ઉપરાંત વહેલી તકે સરકારે ગ્રાન્ટ કોર્પોરેશનને મળે વગેરે બાબતોની વિસ્તૃત રજુઆતો અધિકારીઓ ત્થા પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.(૬.૨૧)

(3:27 pm IST)