Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ઇન્દીરા સર્કલ પાસે વિનોદ મીઠીયાના ફલેટમાં દરોડોઃ જુગાર રમતા સાત પકડાયા

ફલેટ માલીક વિનોદ મીઠીયા તથા કાનજી સોઢા, મેહુલ ઘેટીયા, ચંદુ અમૃતીયા, પરેશ માકડીયા, મનસુખ આરદેશણા, જગદીશ મોટેરીયાની ધરપકડ

રાજકોટ તા. ૬ : યુનિવર્સિટી રોડ ઇન્દીરા સર્કલ પાસે જલારામ-૩માં આવેલ શ્રી હરી એપાર્ટમેન્ટના ફલેટમાં યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એન.ડોડીયા તથા અમીનભાઇ, હરેશભાઇ, ધર્મરાજસિંહ, રાજેશભાઇ મીયાત્રા અને મુકેશભાઇ ડાંગર સહિત પેટ્રોલીંગમા હતા. ત્યારે અમીનભાઇ તથા ધર્મરાજસિંહને મળેલી બાતમીના આધારે ઇન્દીરા સર્કલ પાસે જલારામ-૩માં શ્રી હરી એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફલેટ નં.૩૦પમાં દરોડો પાડી ફલેટ માલીક વિનોદ મનુભાઇ મીઠીયા (ઉ.પર),દોઢસો ફુટ રોડ ફોર્ચ્યુન હોટલ પાછળ વૃજવાન એપાર્ટમેન્ટમાં કાનજી ગોવિંદભાઇ સોઢા (ઉ.પપ), મોટામવા જીવરાજપાર્ક ક્રિષ્ના એપાર્ટમેન્ટના મેહુલ પરસોતમભાઇ ઘેટીયા (ઉ.૩૬) જલારામ-ર સુવિધા એપાર્ટમેન્ટના ચંદુ કરમશીભાઇ અમૃતીયા (ઉ.૬૧) અમીન માર્ગ શિવાલય સૂર્ય પાર્ક એપાર્ટમેન્ટના પરેશ મગનભાઇ માકડીયા (ઉ.૪૭), પારીતોષ એપાર્ટમેન્ટના  મનસુખ અંબાવીભાઇ આરદેશણા (ઉ.૭૦) અને જલારામ-૧ રોજવુડ એપાર્ટમેન્ટના જગદીશ ગાંગજીભાઇ મોપેરીયા (ઉ.પ૯) ને જુગાર રમતા પકડી લઇ રૂ.પ૦,૯પ૦ની રોકડ સહિતનો મુદ્દામલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

દારૂ પી એકટીવા હંકારતો સોમલ ડાંગર પકડાયો

તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. એચ.ડી.ચુડાસમા તથા અશોકભાઇ ડાંગર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે દારૂપીને જીજે૩ કે જી ૮ર૪૩ નંબરનું એકટીવા લઇને નીકળેલા સોમલ જીવણભાઇ ડાંગર (ઉ.ર૬) (રહે. રાવકી ગામ તા. લોધીકા)ને પકડી લીધો હતો.

(4:38 pm IST)
  • પીટર મુખર્જીની જામીન અરજીનો સીબીઆઈએ કર્યો વિરોધ :તેની સામે પર્યાપ્ત પુરાવા :મુખરજીએ દાખલ કરેલી અરજીમાં પોતે ગુન્હામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો હતો :સીબીઆઈએ જામીન અરજી અંગે કહ્યું કે પીટર ,શીના બોરનું અપહરણ અને હત્યાના જધન્ય અપરાધમાં સામેલ હતા અને તેની વિરુદ્ધ આરોપ સાબિત કરવા પૂરતા પુરાવા છે access_time 1:02 am IST

  • પંચમહાલ જિલ્લાનાગોધરાના ગદુકપૂર ગામમાં આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં 3 જેટલા ઈસમોએ કર્યો ચોરીનો પ્રયાસ કર્યો હતો બેંકનો મુખ્ય દરવાજો તોડી બેંકમાં પ્રવેસી બેંકનું સેફ વોલ્ટ તોડવા જતા ઈમરજન્સી સાયરન વાગતા 3 ઈસમો ફરાર સાયરન વાગતા બેંકમાં રાખેલી રોકડ રકમની ચોરી અટકી છેબનાવને પગલે ગોધરા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે access_time 3:56 pm IST

  • સુરતની ઓલપાડ મામલતદાર કચેરીમાં ઘટના: સુરત કલેકટરનો વેચાણ પરવાનગી આપતો ખોટો હુકમ બનાવી ખોટો રાઉન્ડ વારો સિક્કો મારી જમીન પચાવી પાડવાનું કાવતરું બહાર આવ્યું :ઓલપાડના સોંસક ગામે આદિવાસીની ૭૩-એએ ની જમીન પચાવી પાડવા રચાયું કાવતરું: ઓલપાડ મામલતદારએ ઓલપાડ પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ: કીર્તિભાઈ પટેલ, દલશુખ નારોલા- કતારગામ - સુરત, ભરત ભાઈ નામના ત્રણ ઈસમો સામે નોંધાવી ફરિયાદ: સમગ્ર મામલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. access_time 9:29 pm IST