Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

આજે હોમગાર્ડ- ડેઃ ૫૦ હજાર જવાનોનો દિવસ

શિસ્ત અને સેવાના નામે હોમગાર્ડના પ્રશ્નો ભોં માં ભંડારી દેવાયાઃ દળના જવાનોના પ્રશ્નો અંગે કેન્દ્ર- રાજય સરકાર કુંભકર્ણની નિંદ્રામાં: ભ્રષ્ટાચારની ગંગોત્રી લોકરક્ષકદળ ભર્તી બોર્ડનું વિસર્જન કરી લોક રક્ષક દળમાં હોમગાર્ડમાંથી જ પસંદગી કરોઃ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડની રાજયમાં ૩૮ જગ્યામાંથી કુલ ૨૨માં ઈન્ચાર્જથી ૧૦ વર્ષોથી ચાલતો વહીવટઃ રાજકોટમાં બન્ને પોસ્ટ વર્ષોથી ખાલી

રાજકોટઃ શહેર હોમગાર્ડમાં ૧૨ વર્ષો સેવા આપનાર પૂર્વ હોમગાર્ડ ગજેન્દ્રસિંહ ઝાલાની યાદી મુજબ આજે તા.૬ ડીસેમ્બર રાજયમાં 'હોમગાર્ડ ડે' છે. ગુજરાત રાજયનાં પચાસ હજાર હોમગાર્ડ જવાનો દયાજનક સ્થિતીમાં જીવી રહ્યા છે. આજે હોમગાર્ડઝના સ્થાપના દિવસે જ 'બળતા જીવે' હોમગાર્ડ- ડે મનાવી રહ્યા છે. રાજયસરકાર, કેન્દ્ર સરકાર પોલીસ વડાની કૈકેયી નીતિને પગલે આજે રાજયભરના હોમગાર્ડ બેહાલ છે. શિસ્ત અને સેવાના નામે હોમગાર્ડઝ દળના વ્યાજબી અને અણઉકેલ પ્રશ્નો ભોં માં ભંડારી દેવાયા છે.

આજે હોમગાર્ડ દિને છે. પરંતુ કેન્દ્ર, રાજય સરકારની ગુજરાત હોમગાર્ડદળના જવાનો પ્રત્યેની બેદરકારી અને લાપરવાહીને કારણે આજે રાજયનાં ૫૦ હજાર હોમગાર્ડ 'દીન' એટલે ગરીબ છે.

રાજયમાં ગૃહ રક્ષક દળ (હોમગાર્ડ)ની સ્થાપના ૬ ઠ્ઠી ડીસેમ્બર ૧૯૪૭ના કરવામાં આવી છે તે સમયે દળનું સંખ્યાબળ માત્ર ૧૮૫૦નું જ હતું. આજે રાજયમાં પચાસ હજાર રકતદાન, પ્રૌઢ શિક્ષણ, વૃક્ષારોપણ જેવી સમાજોપયોગી પ્રવૃતિઓ પણ કરી રહ્યા છે. આગ, લૂંટ કાયદાની ફાળવણી અતિવૃષ્ટિ કે મોટી હોનારતના પ્રસંગોમાં દળના જવાનો પોતાની જાનની પરવા કર્યા વગર ફરજો બજાવે છે. જે ગુજરાત સરકારનાં રેકોર્ડ પર પણ મૌજુદ છે. મુખ્યમંત્રી, કેબીનેટ મંત્રીઓએ હોમગાર્ડની સેવાઓને વખતો વખત બિરદાવેલી છે. પોલીસની સાથે ખભ્ભે ખભ્ભા મિલાવી ચુંટણી બંદોબસ્ત, વીઆઈપી સુરક્ષા, નાઈટ પેટ્રોલીંગ, ટ્રાફીક ફરજો, ઈમર્જન્સી ફરજો, યુધ્ધકાળ દરમ્યાન સિવિલ ડીફેન્સની ફરજોમાં રાઉન્ડ ધ કલોક સેવા બજાવતાં જવાનોના પ્રશ્નોની ઉપેક્ષા થઈ રહી છે.

રાજય સરકારે વર્ષ ૨૦૦૮ અને વર્ષ ૨૦૧૩ અને વર્ષ ૨૦૧૮માં જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડની જાહેરાતોમાં આવેલી અરજીઓ ગૃહખાતાની કચરાપેટીમાં સ્વાહા કરી દેવાતાં રાજયનાં ૩૮ કમાન્ડન્ટોમાંથી ફકત ૧૬ કમાન્ડન્ટો છે. ૨૨માં ઈન્ચાર્જ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડમાં (ડીવાયએસપી) હસ્તક છે. રાજકોટમાં બન્ને જગ્યા ખાલી છે. જેમાંની કેટલીક જગ્યાઓ ૧૦ વર્ષોથી ખાલી છે.

રાજયમાં તાલીમ વગરનાં ટ્રાફીક વોર્ડન અને પોલીસ મિત્ર જેવા ગતકડાં ઉભાં કરી હોમગાર્ડને હાસ્યામાં ધકેલી દેવાયા છે. રાજયમાં લાગવગશાહી, મામકાવાદ અને ભ્રષ્ટાચારનું ગંગોત્રી સમાન લોક રક્ષકદળ ભર્તી બોર્ડનું વિસર્જન કરી લોક રક્ષક દળમાં ગુજરાત રાજય હોમગાર્ડ દળના ૫૦ હજાર તાલિમબધ્ધ જવાનો માંથી સંપૂર્ણ લાયકાત ધરાવનારને આગામી ભર્તીમાં અગ્રતા આપવી જોઈએ. પોલીસદળમાં હોમગાર્ડ માટે અનામત બેઠકો રાખવી જોઈએ તેવી માંગ સરકારમાં પેન્ડીંગ છે. આજે હોમગાર્ડ ડે નીમિતે 'ગીફટ' આપી હોમગાર્ડને લોકરક્ષકદળમાં સમાવેશ કરવા ગજેન્દ્રસિંહ ઝાલા (મો.૯૪૨૬૨ ૨૯૩૯૬) એ અંતમાં માંગ ઉઠાવી છે.

 

(4:11 pm IST)
  • પીટર મુખર્જીની જામીન અરજીનો સીબીઆઈએ કર્યો વિરોધ :તેની સામે પર્યાપ્ત પુરાવા :મુખરજીએ દાખલ કરેલી અરજીમાં પોતે ગુન્હામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો હતો :સીબીઆઈએ જામીન અરજી અંગે કહ્યું કે પીટર ,શીના બોરનું અપહરણ અને હત્યાના જધન્ય અપરાધમાં સામેલ હતા અને તેની વિરુદ્ધ આરોપ સાબિત કરવા પૂરતા પુરાવા છે access_time 1:02 am IST

  • ૬ રાજયોના પેપર લીક થયાનું ખુલ્યુ : વધુ ૩થી ૪ શંકાસ્પદની અટકાયત : એટીએસની તપાસ : યશપાલ સહિત ૩ આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા : પોલીસ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરશે : મોબાઈલ કોલ ડિટેઈલની પણ તપાસ કરાશે access_time 3:27 pm IST

  • શેરબજાર બંધ રહ્યુ ત્યારે ૩૬૧ પોઈન્ટનો ઉછાળો access_time 4:08 pm IST