Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ચુરા લીયા હૈ તુમને જો દિલ કો.... સૂરતાલની જમાવટ

પરિમલ ઘેલાણીની ટીમના નોનપ્રોફેશ્નલ કલાકારોની ટીમે એકએકથી ચડિયાતા ગીતો રજૂ કર્યા : વ્હીસલ અને બાંસુરી વાદકોએ અચંબિત કર્યા

રાજકોટ : સૂરતાલ નોન-પ્રોફેશનલ કરાઓકે ગ્રુપ દ્વારા હેમુ ગઢવી મેઈન હોલમાં યોજાયેલ ધમાકેદાર પ્રોગ્રામમાં હાઉસ-ફૂલ ઓડીયન્સ સાથે શાર્પ ૯ વાગ્યે પ્રાર્થના અને ગ્રુપનાં 'ગુરૂમા' શ્રીમતિ દીપ્તિ ઘેલાણી દ્વારા ગવાયેલ ગુરુ-વંદના સાથે પ્રોગ્રામની શરૂઆત કરી. ગ્રુપનાં ડોકટર્સ, સીએ, ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ, વેપારી, હાઉસ-વાઇફ, સ્ટુડન્ટ ત્થા સરકારી જોબ કરનારા કુલ ૧૭ મેમ્બરોએ ૨૮ ગીતોથી ધમાલ મચાવી દીધેલ. બોલીવુડના જાણીતા સિંગરો હેમંતકુમાર થી લઈને આજના અરીજીતસિંગ સુધીના મેઈલ ત્થા લતાજી થી લઈને શ્રેયા ઘોસાલ સુધીના ફીમૈલ સિંગરોનાં ખ્યાતનામ અને અઘરા ગીતો ગાઈ આમંત્રિત મહેમાનોના દિલ જીતી લીધા હતા. દરેક ગીત પછી અને ગીતમાં કયારેક સરગમ આવે કે અઘરો આલાપ આવે અને સીંગર આબેહુબ તેવી જ રીતે ગાઈ બત્ત્।ાવે એટલે તાળીઓના ગડગડાટ અને સીટી મારી પ્રોત્સાહિત કરીને સારા શ્રોતા તરીકે પોતાની ફરજ બજાવી બેન્ગલુરું ત્થા અમરેલીથી આવેલ વ્હીસલ અને બાંસુરી-વાદકને અચંબિત કરી દીધા હતા અને તેમને પણ ખબર પડી કે રાજકોટ ની સંગીત-પ્રિય જનતા સુજ્ઞ છે.

લતાજીના ગીતો, રીપલ છાપીયા-જયશ્રી દવેએ ખુબ જ સરસ રીતે નિભાવ્યા. તેમાં પણ રીપલબેને 'ગુમનામ હૈ કોઈ' સંપૂર્ણ હોલમાં અંધારું કરીને મીણબતી લઈને સફેદ સાડીમાં સજ્જ થઈને ગીત શરૂ કરીને ઓડિયન્સની તાળીઓ મેળવી લીધી. ઊર્મિ કોટકે અલકા યાગ્નિક-સાધના સરગમનાં ગીતો ખૂબ સુંદર રીતે ગાયા અને તેમાં પણ 'ઓયે ઓયે' માં તો લોકોને ડોલાવી દીધા. સીએ-પરેશભાઈએ 'પ્યાસા'નું રફીસાહેબનું 'યે મહેલો યે તખ્તો' ગીતમાં પાછલા દરવાજે થી ગુરુધ્તની સ્ટાઇલમાં ફિલ્મ પ્યાસા જેવો ગેટ-અપ પહેરીને એન્ટ્રી લઈને ઓડીયન્સની વચ્ચેથી ગાતા-ગાતા પસાર થઇ છેલ્લે સ્ટેજ ઉપર ગીત ની છેલ્લી હાઈ-પીચવાળી લાઈન ગાઈને લોકોને આવા ઠંડા ગીતમાં અને હેમુ ગઢવી હોલનાં ઠંડા માહોલમાં પણ પ્રેક્ષકોને ગરમીમાં લાવી દીધા અને તાળીઓનો વરસાદ વરસાવી દીધો. ઘણા પ્રોગ્રામોમાં એન્કર 'તાળીઓ' રીતસર માંગતા હોય છે જયારે સૂરતાલનાં એન્કર કદી તાળીઓ માંગતા નથી પણ સૂરતાલ નાં સિંગરો શ્રોતાઓને તાળીઓ પાડવા મજબૂર કરે છે જે અમારા ગ્રુપની મૂડી છે. આ તકે શ્રી પરિમલ ઘેલાણી (મો.૯૮૨૪૦ ૪૦૬૪૪) શ્રોતાઓનો આ માટે આભાર માને છે. બેંગ્લોર થી આવેલા વ્હીશ્લર શ્રી રાઘવેન્દ્ર શાનભાગ અને ફ્લ્યુટીસ્ટ શ્રી સંજીવભાઈએ 'તુમ જો મિલ ગયે હો, અજીબ દાસ્તા હે યે ત્થા ડ્યુએટ-'ચુરા લિયા હૈ તુમને જો દિલકો' અને ફ્લુઇટ ત્થા વ્હીશ્લ ઉપર હીરો ની ટયુન વગાડીને, સંગીતકાર શ્રી કલ્યાણજીભાઈ ની બીનની જેમ પ્રેક્ષકોને ડોલાવી દીધા હતા.

ડો.નીરલ મેહતાના નવા ગીતો નાં ફ્યુઝન કરાઓકે ઉપર દાંડિયા રમાડીને મહેમાનોને સ્ટેજ ઉપર ગરબા રમવા મજબૂર કરી દીધા. અમિત સચદે એ આવું જ દાંડિયાનું 'ગોરી રાધા ને કાળો કાન' શ્રી કીર્તીદાન ગઢવીનું ગીત ગાઈને માહોલને છેક છેલ્લે સુધી જીવંત રાખ્યો. ડો.જનક ઠક્કરે મુકેશજીના ગીતો ગાઈ ત્થા વિજય અને મિતેશે કિશોરકુમારના અને મહેશ કોટકે હેમંતકુમાર નાં ગીતો ગાઈ અને ડો.કમલ પરીખે જગજીતસાહેબ નું ત્થા ઉદિત નારાયણ નું ગીત ગાઈ પોતાની વર્સેટાલીટી બતાવી.  ડો.હિરેન કોઠારીએ લોકોના હાડકા સાંધતા સાંધતા, સમય કાઢી રીહર્સલ કરીને અરીજીતસિંગ નાં ગીતો હાઈ-પીચમાં ગાઈને પોતાની સિંગર તરીકેની કાબેલિયત દાખવી. ગૌતમ ઠાકરે માઉથ ઓર્ગન ઉપર શોલેનું શ્નયે દોસ્તીલૃગીત આર.ડી. બર્મનની સ્ટાઈલથી પ્લે કરી વન્સમોર માટે એન્કરને મજબૂર કરી દીધા. તેજલબેન કોઠારીએ એન્કરીંગ કરી, એક એક મોતી, દોરામાં પરોવતા હોય તેમ બખૂબી પોતાની એન્કર તરીકેની છાપ અલગ અંદાઝમાં ઉભી કરી, વચ્ચે ખોટી શાયરીઓ બોલીને શ્રોતાઓને રસભંગ નથી થવા દીધા. સાઉન્ડ રાજુ પીલોજપરા અને જોની શાહે મેનેજ કર્યો અને લાઈટીંગ પ્રતિક પીલોજપરાએ સાંભળ્યું હતું. કોમ્પ્યુટર મેનેજમેન્ટ અને કરાઓકે પ્લેયિંગ યદીત છાપીયાએ કરેલ. બેઠક વ્યવસ્થા દેવાંગ કોટક ત્થા કલ્પેશ પોપટે સંભાળેલ. ગ્રીન રૂમ નું મેનેજમેન્ટ કિરણ છાપીયા ત્થા ડો.કમલ પરીખે કરેલ.

(4:10 pm IST)
  • રોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST

  • રાજસ્થાનમાં ૬૦ ટકા જેટલુ જોરદાર મતદાન થયુ છે access_time 4:08 pm IST

  • સ્મૃતિ ઇરાનીનો મજાકિયો અંદાજ : ભગવાન મને ઉઠાવી લે : મને નહી મારા વજનને : સ્મૃતિ ઇરાનીની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તસ્વીર શેયરઃ તસ્વીરમાં પતિ જુબીન ઇરાની પણ સામેલ : પતિ જુબિન ઇરાનીએ મજાકમાં કહ્યુ આને પણ ઉઠાવી લ્યો : પતિ જુબીન ઇરાની પોસ્ટ પર કોમેન્ટ કરી : તે કયારેય ઇચ્છતા નથી એને ઉઠાવી લે : જીંદગીના ચઢાવ ઉતાર છેઃ કોઇ મને પૂછે, એમણે આગળ લખ્યુ મારા બાળકોની મા તમે બેહતરીન છોઃ સ્મૃતિ ઇરાનીએ આભાર માન્યો access_time 12:02 am IST