Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

એક તરફ અરાજકતા અને બીજી બાજુ સંયમ, ધૈર્ય અને વિકાસનો માહોલ છેઃ રાજુ ધ્રુવ

રાજયને પ્રજાવત્સલ મુખ્યમંત્રી મળ્યા, ભાજપ મતદારોનો રોલમોડલ

રાજકોટ, તા. ૭ : પટાવાળા મહામંડળ, વાણદ સમાજ અને દલીત સમાજ સહિત અન્ય સમાજના લોકોનું એક સ્નેહમિલન ગઇકાલે યોજાયુ હતું જેને સંબોધતા ભાજપ પ્રદેશ પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવે કહયું હતુ કે ગરીમાયુકત અને ખમરીવંતા ભાજપને પ્રજા પસંદ કરશે એમાં કોઇ શંકા નથી. સમાજના દબાયેલા વર્ગને આશાનું કિરણ ભાજપમાં જોવા મળે છે. રાજયને પ્રજાવત્સલ મુખ્યમંત્રી મળ્યા છે એક બાજુ અરાજકતા અને બીજી બાજુ સંયમ, ધૈર્ય અને વિકાસનો માહોલ છે. કોંગ્રેસ પક્ષ સત્ત્।ા ઉપર નથી તો પણ સંયમ જાળવી શકતી નથી. એની સામે ગરીમાયુકત અને ખમરીવંતુ ભાજપ મતદારોની સમક્ષ એક રોલ મોડેલ તરીકે ઉપસી આવ્યું છે.

કહ્યું કે ભાજપે ગુજરાત અરાજકતા અને અસ્થિર માહોલમાંથી શાંતી અને સુરક્ષાનો માહોલ આપ્યો છે. એક સમયે પાણીના ટેંન્કરો દોડતા અને ઘણીવાર અકસ્માતમાં નિર્દોય માનવીઓના ભોગ લેવાતા હતા તે બાબત ભૂતકાળ બની ચુકી છે. છેલ્લા કેટલાય વષોથી રાજકોટને નર્મદાનું નિર મળતુ થયું છે.  વિજયભાઇ એ રાજકોટના નિષ્ઠાવના અગ્રણી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગોવર્ધન પર્વત ઉચકયો છે ત્યારે આપણી ફરજ તેને ટેકો આપવાની છે. રાજકોટના દરેક મતદારો રાષ્ટ્રવાદને વરેલા છે ત્યારે ભાજપને પુર્ણ બહુમતી મળશે તેમાં કોઇ શકાને સ્થાન નથી.

રાજભાઇ દ્ય્રુવે હેમરાજભાઇ પાડલીયાની તાકાતને હનુમાનજીની તાકાત સાથે સરખાવી હતી.એક દિકરી મિતલ સુભાષભાઇ પનારાએ કરેલા ઉત્કૃત દેખાવ બદલ રાજુભાઇ તરફથી તેને રૂ. ૧૦૦૦ ઇનામ આપવામાં આવ્યું હતું..

આ સંમેલનમાં જનકભાઇ શાસ્ત્રી, પંકજભાઇ શાસ્ત્રી, નિવૃત પી.આઇ.સુરાણી સાહેબ, રાજપૂત સમાજના આગેવાન રણજીતસિંહજી રાઠોડ, પટાવાળા મહામંડળના મહામંત્રી કરશનભાઇ પરમાર, દલીત સમાજના ડો. સોંદરવા સાહેબ, કરશનભાઇ ખીમસુરીયા, વાણંદ સમાજના પ્રવિણભાઇ ગાલોળીયા, વલ્લભભાઇ ભટ્ટી, ધવલભાઇ પાડલીયા, હસમુખભાઇ રાઠોડ,વગેરે ઉપસ્થિત હતા.

(4:14 pm IST)