Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

હું ભાજપ સાથે જ છુ, ખોટી પત્રીકાઓથી કોઇએ દોરવાવુ નહીં : શ્યામસુંદ ચંદીરામાણી

રાજકોટ તા.૭ : 'હું અને મારો આખો પરિવાર જન સંઘના સમયથી ભાજપ સાથે જ જોડાયેલા છીએ અને રહીશું' એરપોર્ટરોડ પર રહેતા અને ભાજપ અગ્રણી શ્યામસુંદર ચંદીરામાણીએ કેટલીક વહેતી થયેલ કોંગ્રેસમાં જોડાયા અંગેની વાતોને નકારી કાઢતા 'અકિલા' સમક્ષ જણાવ્યુ હતુ.

તેઓએ જણાવેલ કે મારા હીતશત્રુઓ પત્રીકાઓ, પેમ્ફલેટ અને પોસ્ટરોમાં હું કોંગ્રેસને સમર્થન કરતો હોય તેવું દર્શાવી લોકોને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરી રહ્યા છે. હકીકતે હું ભાજપ સાથે જોડાયેલો છુ. આવી ગેર માન્યતામાં કોઇએ આવી જવું નહીં.

સિંધુ કો-ઓપ. ક્રેડીટ સોસાયટી, ભારતીય સિંધુ સભા, મારૂતિ સિંધ, સિંધી સાહીતી પંચાયત, સિંધુ યુવક મંડળ સહીતની સંસ્થાઓ સાથે સંકળાયેલો છુ અને પૂર્વ ભાજપ વોર્ડ પ્રમુખ તરીકે કે કાર્યરત છુ. મારી સંસ્થાઓના તમામ લોકોને તા. ૯ ના ભાજપ તરફી મતદાન કરવા મારી અપીલ છે. તેમ શ્યામસુંદર ચંદીરામાણી (મો.૯૮૨૪૨ ૯૦૦૧૫) એ જણાવેલ છે.

તસ્વીરમાં શ્યામસુંદર ચંદીરામાણીની સાથે રોહીતભાઇ નેભાણી, રાજુભાઇ દરીયાનાણી, સુનિલભાઇ ટેકવાણી નજરે પડે છે.

(3:48 pm IST)