Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

કણકોટમાં શ્‍યામલ ઉપવન પાસે જનતા રેડઃ દારૂની કેટલીક કોથળીઓ મળીઃ પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપી

રાજકોટઃ કણકોટ મેઇન રોડ પર આવેલા શ્‍યામલ ઉપવન રેસિડેન્‍સી નજીક કે જ્‍યાં થોડા દિવસ પછી સ્‍વામિનારાયણ સંપ્રદાય દ્વારા અમૃત મહોત્‍સવ યોજાવાનો છે તે સ્‍થળ આસપાસ ઝૂપડપટ્ટીમાં દારૂનું વેંચાણ થતું હોવાના રોષ સાથે ગત રાતે આસપાસના રહેવાસીઓ મોટી સંખ્‍યામાં ઉમટી પડયા હતાં અને જનતા રેડ કરી હતી. અહિથી દેશી દારૂની એકાદ બે કોથળીઓ મળી આવ્‍યાનું કહેવાયું હતું. બનાવની જાણ થતાં પોલીસ પણ પહોંચી ગઇ હતી. ઝૂપડામાંથી દાતણ કાપવામાં વપરાતા દાતરડા પણ મળ્‍યા હતાં. રહેવાસીઓના કહેવા મુજબ અગાઉ પોલીસમાં રજુઆત કરવામાં આવી હતી. પરંતુ નક્કર કાર્યવાહી ન થતાં હવે જનતા રેડ કરવામાં આવી છે. પોલીસે ઉંડી તપાસની ખાતરી આપી કડક કાર્યવાહીની રહેવાસીઓને ખાતરી આપતાં લોકો વિખેરાઇ ગયા હતાં.

(4:16 pm IST)