Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

રાજકોટ ભીલ પંચના નવા સુકાનીઓઃ અરજદારોની તરફેણમાં હુકમ કરતા રાજકોટ ચેરીટી કમિશ્નર

દર્શન પેંગ્‍યાતર, રમેશ કોલી, ઉતમ રાઠોડ કાર્યભાર સંભાળશે

રાજકોટઃ આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, શ્રી ભીલ પંચ- રાજકોટ (રજી. નં.એ /૧૩૨) જેની નોંધણી  તા.૧/૧૧/૧૯૬૧માં સમાજના મોભી એવા શ્રી ભગવાનજી દેવજી પેંગયાતર દ્વારા કરવામાં આવેલ હતી અને ત્‍યારબાદ તા.૨૩/૦૨/૧૯૬૨ના શ્રી ભગવાનજી દેવજી પેંગયાતરની ટર્મ પુરી થતાં તેમના સ્‍થાન પર સહ સંમતિથી ચૂંટણી કરી શ્રી દેવજી ગણેશ ચૌહાણની નિમણુંક ભીલ પંચમાં કરવામાં આવેલ અને ત્‍યારબાદ તેનું અવસાન સને-૨૦૧૨ની સાલમાં થયા બાદ ઉપરોકત ટ્રસ્‍ટમાં કોઈ જ કાયદેસરના ટ્રસ્‍ટી નિમાયેલ કે ચુંટાયેલ હતા નહી કે તેવા કોઈ કાયદેસરના નવા ટ્રસ્‍ટીની કોઈપણ નોંધ અત્રેની કચેરીમાં પણ પાડવામાં આવેલ ન હતી.

જેનો ગેરલાભ લઈ સામાગાળા એટલે કે (૧) આશિષભાઈ આર. વાગડીયા, (૨) યોગેશ એચ. રાઠોડ (પીન્‍ટુ), (૩) ધનસુખભાઈ રાઠોડ, (૪) પરીમલભાઈ મુલીયાણા, (૫) સાગરભાઈ વિગેરેનાઓએ રાજકોટમાં વસતા ભીલ સમાજને અંધારાના રાખી ઉપરોકત ટ્રસ્‍ટમાં ગેરકાયદેસર રીતે અડો જમાવેલ અને કોઈપણ કાયદેસરની ચૂંટણી તેમજ ભીલ સમાજને જાણ કર્યા વિના કહેવાતા પ્રમુખો, ઉપપ્રમુખો, મંત્રીઓ, મહામંત્રીઓ, ખજાનચી પોતાની મેડે આંગળી ઉંચી કરી બનેલા અને સમાજમાં એવી વાતો ફેલાવતાં કે ઉપરોકત ટ્રસ્‍ટમાં કાયદેસરના ટ્રસ્‍ટીઓ છીએ અને સમાજને લગતાં કોઈપણ કામ હોય તે અમે કરી આપશું. આમ સમાજ દ્વારા કરવામાં આવતાં પ્રસંગો, ઉત્‍સવો વિગેરે પ્રકારના ધાર્મિક કાર્યો કરી ગેરકાયદેસર રીતે મળેલા ફંડ- ફાળો ઉઘરાવી તેની રકમ ઓળખી જતા અને સમાજમાં હિસાબો રજુ ન કરતાં તેમજ ભીલ સમાજનો કોઈપણ હિતેચ્‍છુ તે વિશે પુછે તો તેને એલફેલ જવાબ આપીને તેને ઉંચા અવાજથી અપમાનિત કરી કાઢી મુકતા અને (ભીલ પંચ એ-૧૩૨) સમાજની ઓફીસ જે ભારત બેકરીની પાછળ, ભીલવાસ શેરી નં.૪, રાજકોટમાં આવેલ છે. ત્‍યાં દાદાગીરી કરીને અડીંગો જમાવતાં.

ત્‍યારબાદ આ કામના અરજદારોને જાણ થતાં તેઓએ અત્રેની ચેરીટી કમિશ્નર શ્રીની કચેરીમાં ઉપરોકત ટ્રસ્‍ટ સંદર્ભે સ્‍કીમ દાખલ કરી નવા ટ્રસ્‍ટીઓ તરીકે નિમાવવાની દાદ માંગેલ. જે કેસ ચાલી  જતાં રાજકોટ તા.૧૯/૧૦/૨૦૨૨ના રોજ અત્રેના ચેરીટી કમિશ્નર શ્રી પી.એમ. રાવલની કોર્ટમાં સ્‍કીમ અરજી નં.૦૫/૨૦૨૧થી કેસ ચાલી જતાં ચેરીટી કમિશ્નર શ્રી દ્વારા અરજદારોની તરફેણમાં હુકમ કરવામાં આવેલ.

જેમાં કાયદેસરના ટ્રસ્‍ટી તથા ભીલ સમાજ, રાજકોટના નવા સુકાની તરીકે (૧) દર્શનભાઈ હરૂભાઈ પેંગયાતર, (૨) રમેશભાઈ કોલી, (૩) ઉતમભાઈ રાઠોડ તથા અન્‍ય એકની નિમણુંક કરવામાં આવેલ. જે હવે પછી કાયદેસરના ટ્રસ્‍ટીઓ તરીકે કાર્યરત રહેશે. તેમજ ભીલ પંચનો સમસ્‍ત કારભાર તેઓ સંભાળશે. તેવો હુકમ અત્રેની કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલ.

આ કામમાં અરજદારો વતી રાજકોટના વિદ્વાન ધારાશાષાી શ્રી જીનીયશકુમાર જે. સુવેરા (મો.૯૯૨૫૩ ૬૧૦૯૭), શ્રી શૈલેષગીરી કે. ગોસ્‍વામી, ગીરીશપુરી એન. ગોસ્‍વામી, જીતેન એ. ઠાકર, જયપાલસિંહ એમ. જાડેજા તથા રચિત એમ. અત્રી રોકાયેલ હતા.

(4:15 pm IST)