Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

સપ્‍તાહમાં ડેંગ્‍યુ-ચિકનગુનિયાના ૧૮ કેસ

મચ્‍છરજન્‍ય રોગચાળાનો હાહાકાર : શહેરમાં છેલ્લા સાત દિ'માં શરદી, ઉધરસ, ઝાડા, ઉલ્‍ટી તથા સામાન્‍ય તાવના ૩૦૦ થી વધુ કેસ : મચ્‍છર ઉત્‍પતિ સબબ ૪૯૨ને નોટીસ

રાજકોટ તા.૭: શહેરમાં દિવાળીના તહેવાર અને તે બાદ નૂતનવર્ષમાં પણ મચ્‍છરોનો કહેર યથાવત રહ્યો છે. દિવાળી બાદના નૂતન વર્ષના બીજા સપ્‍તાહમાં ખતરનાક તાવ ડેંગ્‍યુ તથા ચીકનગુનીયાના ૧૮ કેસ નોંધાયા છે. જ્‍યારે શરદી, તાવ, ઉધરસ, ઝાડા, ઉલ્‍ટીના ૩૦૦ થી વધુ દર્દીઓ મનપા તંત્રમાં ચોપડે નોંધાયા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૩૧ઓકટોબરથી ૬ નવેમ્‍બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છજન્‍ય રોગચાળાના ૧૮ કેસ

અઠવાડિયામાં મેલેરિયાના ૦, ડેન્‍ગ્‍યુના ૧૬ તથા ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા છે. જયારે સીઝનમાં  મેલેરિયાના ૪૪, ડેન્‍ગ્‍યુના ૧૯૮ તથા ચિકનગુનિયાના ૨૧ કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૩૦૦ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૨૫૩ તેમજ સામાન્‍ય તાવના ૩૯ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૫૭ સહિત કુલ ૩૪૯ દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૪૯૨ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૬૫,૪૧૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૭૨૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૪૯૨ લોકોને નોટીસ પાઠવી છે.

(4:12 pm IST)