Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

ચૂંટણી સમયે મનપાના કોમ્‍યુનિટી બુકીંગ કેન્‍સલ નહિ કરવા વિચારણા

આનંદો... પ્રસંગો રઝળશે નહિ

રાજકોટ તા. ૭ : આગામી ડિસેમ્‍બર માસમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્‍યારે તંત્ર દ્વારા ચૂંટણીના સ્‍ટાફની વ્‍યવસ્‍થા માટે કોર્પોરેશનના કોમ્‍યુનિટી હોલની માંગણી કરવામાં આવી છે.  આ અંગે કોર્પોરેશનના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ એક આનંદના સમાચાર આવ્‍યા છે. કોઇના પ્રસંગ રઝળે નહિ તે માટે જે હોલના બુકીંગ નથી થયા તે હોલ ચૂંટણી વ્‍યવસ્‍થામાં આપવા વિચારણા ચાલી રહી છે. જેથી જે હોલના બુકીંગ થઇ ગયા છે તેમાં કેન્‍સલ કરવાની પ્રક્રિયા કરવી ન પડે અને લોકોના પ્રસંગો રઝળે નહિ. કોઇના પ્રસંગ રઝળે નહિ તેવો વિચાર કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેશનના કોમ્‍યુનિટી હોલનું બુકીંગ ૯૦ દિવસ પહેલા કરવામાં આવે છે. જો તાત્‍કાલિક હોલ કેન્‍સલ કરવામાં આવે તો લોકોને મુશ્‍કેલી વધી જાય છે. કોમ્‍યુનિટી હોલના બુકીંગ કેન્‍સલ ન કરવા તંત્ર દ્વારા વિચારણા થઇ રહી છે.

(4:10 pm IST)