Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

શેઠ ઉપાશ્રયના પ્રાર્થના ના લાભાર્થી ચંપકભાઇ મહેતાનું બહુમાન

રાજકોટ : ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગુરૂદેવશ્રી ગિરીશમુનિ મ.સા.ની પ્રેરણાથી સૌરાષ્ટ્રભરમાં કાયમી ચાલતી અનોખી પ્રાર્થના ના મુખ્ય લાભાર્થીશ્રી ચંપકભાઇ મહેતા સ્વયમ પોતે પ્રાર્થનામાં આવે છે અને ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસનદીપક પૂ.બા.બ્ર.નરેન્દ્રમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તિ સાધક બેલડી પૂ.બા.બ્રા. જય-વિજય પરિવારના કૃપાપાત્ર સુશિષ્યાઓ શ્રુતનિધિ પૂ.બા.બ્ર. સાધનાબાઇ મહાસતીજીની શુભનિશ્રામાં પ્રાર્થના મંડળના રર૦ દિવસ પ્રાર્થના ના લાભાર્થી ચંપકભાઇ મહેતાનું તેમના ૮૩ માં જન્મદિન નિમિતે તેમના નિવાસસ્થાને વૈયાવચ્ચ રત્ન ચંદ્રકાંતભાઇ શેઠના હસ્તે શાલ ઓઢાળી સન્માન કરવામાં આવેલ હતું. અનિલભાઇ ઝાટકીયાએ આ સન્માન સમારોહના કાર્યક્રમનું સંકલન કરેલ હતું. સાધ્વીરત્ના પૂ. વર્ષાબાઇ મહાસતીજીએ માંગલીક ફરમાવેલ હતું. આ સન્માન સમારોહમાં શ્રાવક-શ્રાવિકાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધેલ હતો.

(3:51 pm IST)