Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

આગ લાગે તો શું કરશો ? બસ ડેપો-હોસ્‍પીટલમાં મોકડ્રીલ યોજાઇ

કુદરતી આપતી સમયે બચાવ-રાહત કામગીરી અંગે સીટી-બીઆરટીએસ બસ કંડકટર અને ડ્રાઇવરોને તથા હોસ્‍પીટલના કર્મચારીઓને મનપાની ફાયર શાખા દ્વારા તાલીમ આપવામાં આવી

રાજકોટ, તા., ૭: કુદરતી આપતી સમયે બચાવ-રાહત કામગીરી અંગે મનપાની ફાયર શાખા દ્વારા આજી ઇલેકટ્રીક બસ ડેપો ખાતે બસના ડ્રાઇવરો-કંડકટરોને તથા આઠ હોસ્‍પીટલના કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજપથ લી. દ્વારા શહેરના અમૂલ સર્કલ ૮૦ ફુટ રોડ પર ઇલેકટ્રીક બસ ડેપોનું નિર્માણ કરવામાં આવેલ છે. પરિવહન સેવામાં રોકાયેલા તમામ સુપરવાઇઝરી સ્‍ટાફ, કર્મચારી, બસ ડ્રાઇવર તથા બસ કંડકટરને આગ-કુદરતી આપતી સમયે બચાવ-રાહત કામગીરી અંગેની તાલીમ આપવા માટે તા. પ શનીવારના રોજ ‘આજી ઇલેકટ્રીક બસ ડેપો' ખાતે ફાયર તાલીમ વર્કશોપ કમ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ.

આ તાલીમ શિબિરમાં પરિવહન સેવાની કામગીરીમાં રોકાયેલ ૧પ૦ થી વધુ સ્‍ટાફને  આ મુદાઓ અંગે સવિસ્‍તૃત તાલીમ આપવામાં આવેલ. આકસ્‍માતના સંજોગોમાં લેવાના થતા પગલા, આગ-આપતી સમયે લેવાના થતા પગલા. સામાન્‍ય પરિવહનના સેવાના સમયે અકસ્‍માત આગજની નિવારણ અંગે તકેદારીના ભાગરૂપે ધ્‍યાનમાં રાખવાની થતી બાબતો. જુદા જુદા પ્રકારના અગિ્નશમન ડીવાઇસોના ઉપયોગ અને સજમણ આપતીના સમયે શહેરના ફાયરબ્રિગેડ, આરોગ્‍ય વિગેરે સેવાઓ સાથે સંકલનની સમજ.

૮ હોસ્‍પિટલમાં મોકડ્રીલ

મહાનગરપાલિકાની ફાયર એઈમરજન્‍સી શાખા દ્વારા  ચીફ ફાયર ઓફીસરઆઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર  બી. જે. ઠેબાના  માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્‍પિટલો જેવી કે (૧) નેત્રદીપ મેક્ષીવિઝન આઇ હોસ્‍પીટલ, અયોધ્‍યા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ (૨) ખોડીયાર ચિલ્‍ડ્રન હોસ્‍પિટલ સંત કબીર રોડ (૩) શાંતિ હોસ્‍પિટલ સાધુ વાસવાણી રોડ (૪) ભંભાણી હોસ્‍પિટલ, જંકશન પ્‍લોટ (૫) કુંદન હોસ્‍પિટલ, ગાયત્રીનગર મેઇન રોડ (૬) મિરેકલ હોસ્‍પિટલ, બાલાજી હોલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ (૭) પંચનાથ હોસ્‍પિટલ, મોટી ટાંકી ચોક (૮) કડીવાર હોસ્‍પિટલ, જામનગર રોડ રાજકોટ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.

ઉપરોક્‍ત મોકડ્રીલ દરમ્‍યાન વિવિધ ૮હોસ્‍પિટલોમાં ડોકટર તથા નર્સીંગ સ્‍ટાફ તેમજ અન્‍ય સ્‍ટાફને ફાયર એઈમરજન્‍સી વિભાગના સ્‍ટેશન ઓફિસર એ.કે.દવે, એફ.આઇ.લુવાની, આર.એ.જોબણ, વાય ડી જાની, આર.એ.વિગોરા, એચ. પી. ગઢવી, ઇન્‍ચાર્જ સ્‍ટેશન ઓફીસર આર.પી.જોષી તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્‍ટાફ દ્વારા હોસ્‍પિટલમાં આગ લાગે ત્‍યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્‍ટીંગ્‍યુસર નો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામા આવ્‍યા હતા.

(3:45 pm IST)