Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

અન્નનો બગાડ અટકાવવાના સંદેશ સાથે બાઇક રાઇડ

રાજકોટ : અન્ન આપણી મૂળભૂત જરૂરીયાત છે. તેમ છતા દેશના ૨૫ કરોડ લોકો દરરોજ ભુખ્યા રહી જાય છે. ત્યારે બાઇકર્સ ફેન કલબના તાહા ફકકડ અને કૈઝાર જોડીયાવાલાએ ૩૨૦૦ કિ.મી.ની બાઇક રાઇડ કરી અન્ન બચાવવા જનજાગૃતિનો સંદેશો પ્રસરાવ્યો હતો. મિશન 'ઝીરો હંગર ડ્રાઇવ' માટે જાગૃતિ લાવવા રાજકોટથી પ્રસ્થાન કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી, બુરહાનપુર (મ.પ્ર.), ધુલે (મહારાષ્ટ્ર), ઓરંગાબાદ, દોંગામ અહેમદનગર, પુણે, મુંબઇ, નાસીક, સુરત, અમદાવાદ સુધીની ૩૨૦૦ કિ.મી.ની બાઇક રાઇડ કરી હતી. ૭ દિવસ આ મિશન માટે લાગ્યા હતા. આ સફર દરમિયાન ઠેરઠેરથી સ્વયંસેવકો દ્વારા તેમનું સ્વાગત કરાયુ હતુ. દાઉદી વ્હોરા સમુદાયના ધર્મગુરૂ મુફદલ સૈફુદીન સહેબના સમાન ઉપદેશો સાથે દાઉદી વ્હોરા સમુદાય પાસે વિવિધ સમિતિઓ છે જે આવા સક્રીય કાર્ય કરે છે તેમાની એક આ પ્રોજેકટ રાઇઝ અને દાના કમીટી છે. તેમ શેખ યુસુફઅલીભાઇ જોહર કાર્ડવાળાની યાદીમાં જણાવાયુ છે. (

(3:39 pm IST)