Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

વાવડીમાં પિતાના વિયોગમાં જલ્‍પાબેન બાબરીયાએ એસિડ પીધું

રાજકોટ તા. ૭: ગોંડલ રોડ પર વાવડીમાં રહેતાં જલ્‍પાબેન ભાવસિંહ બાબરીયા (ઉ.વ.૨૨)એ સવારે ઘરે હતાં ત્‍યારે એસિડ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ જલ્‍પાબેનના પિતા હયાત નથી અને હાલમાં સસરાનું પણ અવસાન થયું હોઇ પિતા બાદ પિતા સમાન સસરાનું પણ અવસાન થતાં આઘાતને કારણે આ પગલુ ભર્યુ હતું. જલ્‍પાબેનના લગ્ન એક વર્ષ પહેલા થયા છે. પતિ કંપનીમાં નોકરી કરે છે. પીએસઆઇ રામભા ચારણે પ્રાથમિક કાર્યવાહી કરી હતી.

રતનપરમાં પકંજ અકબરીએ ઝેર પીધું: કારણ અકળ

અન્‍ય બનાવમાં રાજકોટના રતનપરમાં રહેતાં પંકજ ધનજીભાઇ અકબરી (ઉ.૨૮) નામના યુવાને સવારે વાડીએ ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં  હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. પંકજ બેભાન હોઇ કારણ જાણી શકાયું નહોતું. પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:38 pm IST)