Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

લેન્‍ડ ગ્રેબીંગની ફરીયાદમાં પકડાયેલ આરોપીને જામીન પર છોડવા આદેશ

રાજકોટ, તા., ૭: અત્રે ઇન્‍દ્રપ્રસ્‍થનગરમાં માસીક રૂા. ૧૭,૦૦૦ ભાડુ ચુકવતા હોવા છતા ભાડુઆત આરોપી સામે લેન્‍ડ ગ્રેબીંગની કરેલ ખોટી ફરીયાદના ગુનામાં જામીન અરજી મંજુર કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

ફરીયાદી પ્રફુલાબેન મનસુખભાઇ વાઘેલાના પાવર એર્ટી હોલ્‍ડર દરજ્જે તેમના પુત્ર ધવલ મનસુખભાઇ વાઘેલાએ તા.૧૧-૬-રરના રોજ માલવીયા નગર પો.સ્‍ટે.માં આરોપી ઉમાબા રામસિંહ યાદવ વિરૂધ્‍ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ની કલમ ૩ તથા કલમ પ મુજબની ફરિયાદ દાખલ કરેલ અને માલવીયાનગર પોલીસે તા.૧૧/૦૬/૨૨ના રોજ ધરપકડ કરવામાં આવેલ હતી. ત્‍યારબાદ તેઓને જેલ હવાલે કરવામાં આવેલ હતા. પરંતુ ઉમાબા રામસિંહ યાદવે માસીક રૂ. ૧૭,૦૦૦/- ભાડુ ચુકવાતા હોય તેમજ રૂ. ૨૦,૦૦૦/- ની ડીપોઝીટ આપેલ હોય જેની પહોંચ પ્રફુલાબેનના પતિ મનસુખભાઈ વાઘેલાએ સહી કરી આપેલ હોય અને મકાનના માલીક પ્રફુલાબેન મનસુખ વાઘેલાએ ઉમાબા રામસિંહ યાદવને ભાડે આપેલ હોવાનુ લખાણ કરેલ હોય તેમજ તેમનો માણસ અજયભાઈ ઘણીવાર ભાડુ લઈ જઈ તે અંગેનુ લખાણ કરી સહી કરી આપતા હોય તેમ છતા મફતમાં મકાન રહેવા આપેલ હોય તેવી ખોટી હકકીત જણાવી ફરીયાદ આપેલ.

ત્‍યારબાદ આ કામના આરોપી વતી રોકયેલા એડવોકેટ દ્રારા સેશન્‍સ કોર્ટમાં જામીન અરજી ગુજારવામાં આવતા આરોપી વતી રોકાયેલા એડવોકેટ કરેલ દલીલો અને રજુ રાખેલ દસ્‍તાવેજો અને રજુ રાખેલ ગુજરાત હાઈકોર્ટ દ્રારા પ્રસ્‍થાપિત કરવામાં આવેલ સિધ્‍ધાંતો તથા વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓ ધ્‍યાનમાં રાખી નામદાર કોર્ટે ઉપરોકત આરોપીને આ ગુન્‍્‌હાના કામ સબબ જામીન પર મુક્‍ત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામમાં આરોપી વતી એડવોકેટ શ્રી અશ્વિનભાઈ એન ગોહેલ ગુજરાત હાઈકોર્ટમાં એમ.એસ. પાડલીયા રોકાયેલ હતા.

(4:57 pm IST)