Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

કુવાડવા રોડ ડી-માર્ટ પાસેથી સાગર ચોરાઉ મોબાઇલ સાથે પકડાયો

બી ડીવીઝન પોલીસે ભગવતીપરાના શખ્‍સને દબોચ્‍યો

રાજકોટ તા. ૭ :.. કુવાડવા રોડ પર ડી-માર્ટ પાસે બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે એક શખ્‍સને ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ ડી.-માર્ટ પાસે એક શખ્‍સ ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઉભો હોવાની બી ડીવીઝન પોલીસ મથકના એ. એસ. આઇ. એસ. એમ. માડમ તથા હેડ કો. કે. કે. નિકોલાને બાતમી મળતા કુવાડવા રોડ ડી-માર્ટ પાસેથી સાગર દિનેશભાઇ ગૌસ્‍વામી (ઉ.વ.ર૩), (રહે. ભગવતીપરા શેરી નં. પ) ને રૂા. ૮૦૦૦ ની કિંમતનો ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ કામગીરી પી. આઇ. આર. જી. બારોટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે. ડી. મારૂ, એ. એસ. આઇ. એસ. એમ. માડમ, હેડ કો. કે. કે. નિકોલા,  એસ. એમ. મલેક, કો. હેમેન્‍દ્રભાઇ, વિશ્વજીત, મહેશભાઇ, જયદીપસિંહ, કિશનભાઇ, મિતેશભાઇ, હાર્દિકભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:36 pm IST)