Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

કાલે ભારતમાં ગ્રસ્‍તોદય ચંદ્રગ્રહણ દેખાશે

વિજ્ઞાન જાથા દ્વારા રાજયભરમાં ગ્રહણ નિદર્શન અને ગેરમાન્‍યતાના ખંડન કાર્યક્રમો

રાજકોટ તા. ૭ : કાલે ભારતમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ ગ્રસ્‍તોદય અવસ્‍થામાં દેખાશે. જયારે વિશ્વના અમુક દેશો પ્રદેશોમાં ખગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી નજારો જોવા મળશે.  આશરે ૩ કલાક ૪ મીનીટ  ગ્રસ્‍તોદય નજારો જોવા મળશે. તેમ ભારત જન વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવાયુ છે.

ભારતીય સમય મુજબ ભુમંડલે ગ્રહણ સ્‍પર્શ ૧૪ કલાક ૩૯ મીનીટ ૧૨ સેકન્‍ડ, ગ્રહણ મધ્‍ય ૧૬ કલાક ૨૯ મીનીટ ૧૧ સેકન્‍ડ, ગ્રહણ મોક્ષ ૧૮ કલાક ૧૯ મીનીટ ૦૩ સેકન્‍ડ છે. ગ્રહણ સંબંધી ગેરમાન્‍યતાના ખંડન માટે વિજ્ઞાન જાથા દ્વારા રાજયભરમાં જનજાગૃતિ કાર્યક્રમો પણ આયોજીત કરવામાં આવ્‍યા છે.

વિજ્ઞાન જાથા દ્વારા કાલે ગ્રહણ નિદર્શન કરાવી નકારાત્‍મક આગાહીની હોળી કરાશે. લોકોને ચા-નાસ્‍તો કરી વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવાશે. ખગોળપ્રેમીઓએ અચુક લાભ લેવા જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે.

(3:35 pm IST)