Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

ભાવિ પેઢીને સ્વાતંત્ર્ય સેનાનીઓની લડત અને બલિદાનનો પરિચય થાય તે માટે ટપાલ ટિકિટ માધ્યમ બને છે

આઝાદી પૂર્વે સ્વાતંત્ર્ય સૈનિકોની લડતનો ઈતિહાસ : વિશ્વનાં ૭૪ દેશો દ્વારા પ્રસિદ્ઘ કરવામાં આવેલ ટપાલ ટિકિટો ઉપર ગાંધીજીનાં ફોટા તથા ૩૭ દેશો દ્વારા પંડિત જવાહરલાલ નહેરૂનાં ફોટા છે : ટિકિટ સંગ્રહ અદભૂત આંતરરાષ્ટ્રીય વિષય છે. ટપાલ ટિકિટ સાર્વભૌમ ચેતના દર્શાવે છે. આપણા દેશ દ્વારા પણ વિદેશી દેશોનાં અગ્રણીઓનાં ફોટા છપાયા છે : ટપાલ ટિકિટને કોઇપણ રાષ્ટ્રીય સીમા સ્પર્શતી નથી. વિશ્વનાં દરેક દેશોમાં ટપાલ ટિકિટો સ્વીકારાય છે. : દેશની કરંસી નોટમાં ગાંધીજીનો ફોટો વર્ષોથી પ્રસિદ્ઘ થાય છે. અન્ય વ્યકિતઓ/ ધાર્મિક, ઈ.ફોટા પ્રસિદ્ઘ કરવા માંગણી થઈ રહી છે

ટિકિટ સંગ્રહ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અદભૂત વિષય રહ્યો છે. ટપાલ ટિકિટને રાષ્ટ્રીય સીમા હોતી નથી. ટપાલ વિશ્વનાં દરેક દેશોમાં જાય છે અને સ્વીકારાય છે. ટપાલ ટિકિટ સાર્વભૌમ ચેતના દર્શાવે છે. વિશ્વનાં ઘણા દેશોએ સેંકડોની સંખ્યામાં ટપાલ ટિકિટો પ્રસિદ્ઘ કરી છે, જેમાં ગાંધીજીને પ્રાધાન્ય અપાયું છે.

વિદેશી દેશો દ્વારા ગાંધીજીની પ્રસિદ્ઘ થયેલ ટપાલ ટિકિટો

(૧) અંટિગુઆ, (૨) બારબુડા, (૩) ભૂટાન, (૪) બ્રાઝીલ, (૫) બર્કિના ફાસો, (૬) બર્મા, (૭)  કેમરૂન, (૮) મધ્ય આફ્રિકા, (૯) ચાડ, (૧૦) ચિલી, (૧૧) કોમારૂ દ્વિપસમૂહ, (૧૨) કોંગો, (૧૩) સાઈપ્રસ, (૧૪) ચેકોસ્લોવાકિયા, (૧૫) ડાવર દ્વિપસમૂહ, (૧૬) ડોમીનિકા, (૧૭) મિવ્ર (યૂ.એ.આર.), (૧૮) ઇસાડેલા (સ્ટાફા), (૧૯) ફૂજિઅરા, (૨૦) ગાબોન, (૨૧) ગામ્બિયા, (૨૨) જર્મની, (૨૩) ઘાના, (૨૪) ગ્રેટ બ્રિટન, (૨૫) ગ્રીસ, (૨૬) ગ્રેનાડા, (૨૭) સેંટ વિન્સેન્ટ ગ્રેનાડાઈન્સ, (૨૮) ગુયાના, (૨૯) હંગરી, (૩૦) ઈરાન, (૩૧) આયરલેંડ, (૩૨)સ્વીડન, (૩૩) કજાકીસ્તાન, (૩૪) ખોરફકાન, (૩૫) લાઈબેરિયા, (૩૬) લાગ્જમ્બર્ગ, (૩૭) માલદીવ, (૩૮) માલી, (૩૯) માલ્ટા, (૪૦) માર્શલ દ્વિપસમૂહ, (૪૧) મોરીટાનીયા, (૪૨) મોરીશસ, (૪૩) મેકિસકો, (૪૪) મોરકકો, (૪૫) માંકેસેરાપ, (૪૬) નેવિસ, (૪૭) ઓમાન, (૪૮) પનામા, (૪૯) પોલેન્ડ, (૫૦) રોમાનિયા, (૫૧) સાનમારિયો, (૫૨) સેંડા દ્વિપસમૂહ, (૫૩) સેનેગલ, (૫૪) શારજાહ, (૫૫) સિએરા લિઓન, (૫૬) સોમાલિયા, (૫૭) દક્ષિણ આફ્રિકા, (૫૮) શ્રીલંકા, (૫૯) સેંટ થોમસ, (૬૦) સ્કોટલેંડ, (૬૧) સૂડાન, (૬૨) સૂરીનામ, (૬૩) સીરિયા, (૬૪) તંજાનિયા, (૬૫) ટોગો (૬૬) નીદાદટોબેગો, (૬૭) તૂર્કમેનીસ્તાન, (૬૮) યુગાંડા, (૬૯) અપર વોલ્ટા, (૭૦) સંયુકત રાજય અમેરિકા,  (૭૧) સોવિયેટ સંઘ, (૭૨) વેનેજુલ્યા, (૭૩) યમન, (૭૪) જામ્બિયા

આ લીસ્ટમાં ઈ.સ. ૨૦૦૦ સુધીની વિગતોનો સમાવેશ કરવામાં આવેલ છે. ઘણા દેશો દ્વારા એકથી વધારે ટિકિટો પ્રસિદ્ઘ થઈ છે. પાકિસ્તાન તથા ચીને ટિકિટો ઇસ્યુ કરી હોય તેનો કોઈ ઉલ્લેખ નથી.

અંગ્રેજોની બર્બર ક્રૂરતા અને દમનનો દીર્દ્યકાળ હતો જેનો સામનો દેશનાં દેશભકતોએ કર્યો હતો અને બલિદાન આપ્યા હતા. ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ ૨૦૦ વર્ષ સુધી ચાલ્યો હતો. આઝાદી બાદ દેશની 'કરંસી નોટ' પર વર્ષોથી ગાંધીજીનો ફોટો પ્રસિદ્ઘ થાય છે. પ્રવર્તમાન સમયમાં પ્રસિદ્ઘ થતી કરંસી નોટ ઉપર અન્ય તસ્વીર પણ મૂકવા ચર્ચા શરૂ થઈ છે, જે વિવાદસ્પદ ન બને તો સારૃં. ભારત સરકાર માટે કદાચ અદ્યરી પરિક્ષા રહેશે

(3:34 pm IST)