Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

શ્રી સ્‍વામિનારાયણ મંદિર-મહાપૂજા ધામે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

૧૫૦ ફુટ રીંગ રોડ બાલાજી હોલ નજીક ૩૦૦ વાર જગ્‍યામાં નિજ મંદિરનું નિર્માણ : બુધવારથી પાંચ દિવસીય ભવ્‍ય ધર્મોત્‍સવ :યોગીરાજ સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્‍વામી દ્વારા પૂજેલા યંત્ર પટલનો ૧૬ x૧૬ ફુટનો તખ્‍તો, સનાતન હિંદુ પરંપરા અનુસાર દશાવતાર સ્‍વરૂપોની પ્રાણ પ્રતિષ્‍ઠા થશેઃ પૂ.જે.પી.સ્‍વામી-પૂ.નિલકંઠ સ્‍વામી : ત્રણ શિખરના મંદિરમાં પૂ.ઘનશ્‍યામ મહારાજ,શ્રી રાધા-કૃષ્‍ણદેવ અને પૂ.નિલકંઠ વર્ણીની પ્રાણપ્રતિષ્‍ઠા : શ્રી ભુપેન્‍દ્ર રોડ સ્‍વામિનારાયણ મંદિરે બુધ થી રવિ મહંત કોઠારી પૂ.શાસ્‍ત્રી સ્‍વામી રાધારમણદાસજીના વ્‍યાસાસને શ્રીમદ્‌ સત્‍સંગીજીવન પંચાહન પારાયણ

રાજકોટઃ શહેરની શાન સમાન ૧૫૦ ફુટરીંગ રોડ,બાલાજી હોલ પાસે, શ્રી મહાપુજાધામ ચોક સ્‍થિત શ્રી સ્‍વામિનારાયણમંદિર, શ્રીમહાપુજાધામ ખાતે શ્રી ઘનશ્‍યામમહારાજ શ્રી નિલકંઠ વર્ણી, શ્રી રાધાકૃષ્‍ણદેવ, શ્રી વિઘ્નવિનાયક દેવ, શ્રી હનુમાનજી, શ્રી મહાદેવનું આદિ ક દેવોનો પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવ આગામી તા. ૯/૧૧ થી તા.૧૩/૧૧ દરમ્‍યાન ધામધુમથી ઉજવવાનું આયોજન કરવામાં આવેલછે. શ્રી વડતાલ દેશ દક્ષિણ  વિભાગ સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના કરકમળો દ્વારા મૂર્તિ પ્રતિષ્‍ઠા સંપન્ન થશે.

શ્રી સ્‍વામીનારાયણ સંપ્રદાય જુનાગઢના સંતવર્ય સ્‍વામીશ્રી કૃષ્‍ણચરણ દાસજી, તેમના શિષ્‍ય સ્‍વામીશ્રી નિર્ગુણજીવનદાસજી તેમના શિષ્‍ય સ્‍વામીશ્રી ઘનશ્‍યામ સ્‍વરૂપદાસજી, તેમના કૃપાપાત્ર શિષ્‍ય શાષાી સ્‍વામીશ્રી નિલકંઠના છેલ્લા ૧૯ વર્ષના અથાગ પરિશ્રમના પરીણામ સ્‍વરૂપ તેમજ તેમના વડીલ ગુરૂબંધુ સ્‍વામીશ્રી હરિનંદનદાસજી તથા સ્‍વામીશ્રી જય પ્રકાશદાસજીના માર્ગદર્શન હેઠળ આ નૂતન નવ્‍યભવ્‍ય ત્રણ શિખરના મંદિરનું નિર્માણ થયું છે. જેમાં મધ્‍યસ્‍થ ખંડમાં શ્રી ઘનશ્‍યામમહારાજની પ્રતિમા પ્રસ્‍થાપિત થશે. પૂર્વ ખંડમાં શ્રી રાધાકૃષ્‍ણદેવ બીરાજશે. અને પヘમિ ખંડમાં શ્રી નિલકંઠવર્ણી બીરાજશે.

આ ઉપરાંત આ મંદિરમાં ગૌરવસમાન ભગવાનશ્રી વેદવ્‍યાસ રચિત, યોગીરાજ સદ્‌ગુરુશ્રી ગોપાળાનંદસ્‍વામી દ્વારા પૂજેલા યંત્રપટલનો ૧૬ ફુટ  ૧૬ ફુટનો વિશાળ તખ્‍તો તથા સનાતન હિંદે પરંપરા અનુસાર દશાવતાર સ્‍વરૂપોની પણ પ્રતિષ્‍ઠા સંપન્‍ન થશે. નિજ મંદિરને ફરતી દિવાલોમાં ભગવાનશ્રી સ્‍વામીનારાયણ રચિત શિક્ષાપત્રીના તમામ ૨૧૨ શ્‍લોકની અદ્‌ભુત કોતરણી કરવામાં આવેલ છે.

આ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ અંતર્ગત શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર ભૂપેન્‍દ્રરોડ રાજકોટ ખાતે તા. ૦૯/૧૧ થી તા.૧૩/૧૧ સુધી સંપ્રદાય ગ્રથાધિરાજ ‘‘શ્રીમદ્‌ સત્‍સંગિજીવન પંચાહન પારાયણ'' જ્ઞાનયજ્ઞનું આયોજન કરવા આવેલ છે.   જેમાં મુખ્‍યમંદિરના મહંત કોઠારી પ.પૂ.શાષાી સ્‍વામી રાધારમણદાસજી ગુરુ શાષાીસ્‍વામી શ્રી ભગવત ચરણદાસજી (જામજોધપુર) વ્‍યાસાસને બીરાજી ભગવાન શ્રી હરિજીના અદ્‌ભુત લીલાચરિત્રો પોતાની આગવી શૈલીમાં રજુ કરશે. પારાયણની પોથીયાત્રા તા.૯/૧૧ ના રોજ સવારે ૮ કલાકે બાલાજી હનુમાનજી મંદિરથી નીકળી શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરે આવશે.

આ પ્રસંગે તા.૧૧/૧૧ થી તા.૧૩/૧૧ સુધી ત્રિદિનાત્‍મક ‘‘શ્રી વિષ્‍ણુયાગ'' નુ આયોજન કરવામાં આવેલ છે. પ્રતિષ્‍ઠાભિમુખ સ્‍વરૂપોની નગર યાત્રા તા.૧૨/૧૧ના સાંજે  ૪ કલાકે શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍યમંદિરથી નીકળી શ્રી મહાપૂજાધામ ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે જશે. મૂર્તિ પ્રતિષ્‍ઠા વિધિએ નૂતન ધ્‍વજારોહણ તથા મહાઆરતી પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વરદ્‌ હસ્‍તે તા.૧૩/૧૧ના રોજ સવારે ૭:૩૦ થી ૯:૩૦ દરમ્‍યાન સંપન્ન થશે.  આ પ્રસંગને શોભાવવા અને આશિર્વાદ આપવા ધામોધામથી અગ્રણી સંતો ઉપસ્‍થિત રહેશે.

આ સમગ્ર મહોત્‍સવમાં ષોડશોપચાર સહ પૂજન પ્રાણપ્રતિષ્‍ઠા વિધિ તથા શ્રી વિષ્‍ણુયાગના મુખ્‍ય આચાર્ય પદે સંપ્રદાયરત્‍ન વેદાચાર્ય શ્રી વ્રજલાલ નાનજીભાઇ ત્રિવેદીના કૃપાપાત્ર સંપ્રદાય રત્‍ન વેદઆચાર્ય શ્રી કૌશિકભાઇ અનંતરાય ત્રિવેદી  બીરાજશે.

આ ઉત્‍સવને સફળ બનાવવા માટે શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરના યશસ્‍વી કોઠારી સ્‍વામી શ્રી રાધારમણદાસજી, શ્રી બાલાજી મંદિરના મુખ્‍ય કોઠારીસ્‍વામી વિવેકસાગરદાસજી, શ્રી મહાપૂજા ધામના ટ્રસ્‍ટી શ્રી કીરેનભાઇ છાપીયા, શ્રી નીતીનભાઇ છાગાણી, શ્રી જયેશભાઇ વાઘેલા, તથા શ્રી અશોકભાઇ સુરેલીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

સર્વ ધર્મપ્રેમી જનતાને આ પ્રસંગે દર્શન, કથા શ્રવણ, આર્શિવચનનો લાભલેવા શાષાી સ્‍વામી શ્રી નિલકંઠ દાસજીએ અનુરોધ કરેલ છે. આ અંગે  વધુ માહિતી માટે ફોન ૦૨૮૧-૨૩૭૨૨૧૧ ઉપર સંપર્ક કરવો.

તસ્‍વીરમાં પરમપુજય શ્રી જે.પી.સ્‍વામિ, પરમપુજય શ્રી નિલકંઠસ્‍વામીજી, શ્રી કિરેનભાઇ છાપીયા, શ્રી નિતીનભાઇ છાગાણી, શ્રી અરૂણભાઇ નિર્મળ, શ્રી કરન વાધેલા,  નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

પૂ.નિલકંઠ સ્‍વામીએ સંકલ્‍પ કરેલો

જયા સુધી મંદિરનુ નિર્માણ ન થાય ત્‍યાં સુધી ચંપલ નહી પહેરે

રાજકોટઃ પ.પૂ. નિલકંઠ સ્‍વામિજીએ સંકલ્‍પ કરેલો કે જયાં સુધી નિજ મંદિરનુ નિર્માણ કાર્ય ન થાય ત્‍યાં સુધી ચંપલ નહી પહેરે. તેઓએ ૧૯ વર્ષથી ચંપલ પહેરતા નથી. મંદિરના નિર્માણ કાર્ય માટે તેઓ ઘરે-ઘરે જઇ મહાપૂજા કરતા અને તેમાંથી જે ભેટપૂજા મળે તેનાથી મંદિરનું નિર્માણ કરાવ્‍યું. આમ, હવે નિજ મંદિરની  પ્રાણપ્રતિષ્‍ઠા પૂર્ણ થયા બાદ ચંપલ પહેરશે. 

(3:34 pm IST)