Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

દિવ્‍યેશ જેઠવાના આપઘાત કેસમાં પત્‍નિ અને સસરાની જામીન અરજી નામંજુર

રાજકોટ તા. ૭ : વાવડીમાં વિસ્‍તારમાં રહેતા મનસુખભાઇ જેઠવા અને તેમના પુત્ર દિવ્‍યેશ મનસુખભાઇ જેઠવા સાથે વનિતાબેન ઉર્ફે વિધીબેન અને રમેશ લક્ષમણભાઇ કોઠીયા અવાર નવાર ઝગડાઓ કરી મુઢમાર મારી દિવ્‍યેશ જેઠવા સાથે છુટાછેડા લેવા રૂા.પ૧ લાખની માંગણી કરી દિવ્‍યેશ જેઠવાને ત્રાસ આપી મરવા મજબુર કરતા દિવ્‍યેશ જેઠવાએ એસીડ પી આત્‍મઘાતી પગલું ભરી લીધું હતું જે અંગે દિવ્‍યેશ જેઠવાના પિતા મનસુખભાઇ જેઠવાએ રાજકોટ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે દિવ્‍યેશ જેઠવાને મરવા મજબુર કરવાના ગુન્‍હામાં આરોપી પત્‍ની વનિતાબેન ઉર્ફે વિધીબેન અને સસરા રમેશભાઇ કોઠીયાની અટક કરી જેલ હવાલે કર્યા હતા. જે કેસમાં જેલ હવાલે રહેલા આરોપીએ જામીન મુકત થવા સેશન્‍સ કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજુર થતા બંને આરોપીએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા હાઇર્કોટે બંને પક્ષની રજુઆતો બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલની દલીલો ગ્રાહ્ય રાખી બંને આરોપીઓને રેગ્‍યુલર જામીન મુકત કરવા હુકમ કર્યો છે.

આ કેસમાં આરોપીઓ વતી રાજકોટના યુવા એડવોકેટ વનરાજ જે. ગોહીલ, કેશોદના એડવોકેટ ખોડાભાઇ પી. પીંગલ અને હાઇકોર્ટના એડવોકેટ ડેનીશભાઇ માવધીયા રોકાયા હતા.

(3:33 pm IST)