Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

હકુમતના મુદ્દે સગીર પુત્રનો કબજો મળવા પિતાની અરજી નામંજુર

રાજકોટ તા. ૭ : હકુમતના મુદ્દે પિતાની ગાર્ડીયન્‍સની અરજી સેશન્‍સ કોર્ટ, દ્વારા રદ કરવામાં આવી હતી.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રહેતા રમેશભાઇ નાનજીભાઇ કણઝારીયાએ તેમની પત્‍ની મોનીકાબેન સામે સગીર પુત્રનો કબજો મેળવવા માટે જામનગરની સેશન્‍સ કોર્ટમાં અરજી કરેલ તેની સામે મોનીકાબેન વતી એડવોકેટ બીનાબેન નિમાવતે કાયદાની કમલ-૯ મુજબ એવો ટેકનીકલ મુદ્દો ઉભો કરેલ હતો કે મોનીકાબેન અને સગીર પુત્ર રાજકોટમાં રહે છે. અને તેમને સમન્‍સ પણ રાજકોટમા મળેલ છે. તેથી ગાર્ડીયન એન્‍ડ વોર્ડઝની કમલ-૯ મુજબ જામનગરની કોર્ટને આ અરજી સાંભળવા માટે હકુમત નથી અને મોનીકાબેને તેમના પતિ સામે ઘરેલુ હિંસાની ફરીયાદ કરેલ છે તે પણ રાજકોટની કોર્ટમા઼ કરેલ છે વિગેરે મુદ્દાઓ ધ્‍યાને લઇ જામનગરની સેશન્‍સ કોર્ટના જજશ્રીએ રમેશભાઇ નાનજીભાઇ કણઝારીયાની સગીર બાળકના કબજા અંગેની અરજી રદ કરેલ છે.

આ કામમાં મોનીકાબેન વતી રાજકોટના યુવા ધારાશાષાી બીના આર. નિમાવત રોકાયેલા હતા.

(3:32 pm IST)