Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

કાન્‍તાસ્ત્રી વિકાસ ગૃહ સામે શ્રીમદ્‌્‌ ભવનમાં તારીક પીધેલી હાલતમાં દારૂની ૬૦ બોટલ સાથે પકડાયો

ભકિતનગર પોલીસનો દરોડોઃ ૧૮ હજારનો દારૂ કબ્‍જેઃ આનંદ બાવીસીની શોધ

રાજકોટ તા. ૭ :.. ગોંડલ રોડ કાન્‍તાસ્ત્રી વિકાસ ગૃહ સામે શ્રીમદ્‌્‌ ભવનમાં આવેલી ઓફીસમાં ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂ પીધેલી હાલતમાં એક શખ્‍સને પકડી દારૂની ૬૦ બોટલ કબ્‍જે કરી હતી.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર શ્રીમદ્‌્‌  ભવનના પહેલા માળે આવેલી એક ઓફીસમાં દારૂનો જથ્‍થો હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસ મથકના હેડ કો. દિલીપભાઇ બોરીચા, કો. વિશાલભાઇ દવે અને પુષ્‍પરાજસિંહ ગોહીલ સહિતે ઓફીસ નં. પ૦ માં દરોડો પાડી રૂા. ૧૮૦૦૦ ની કિંમતની દારૂની ૬૦ બોટલ સાથે તારીક યુનુસભાઇ બેલીમ (ઉ.વ.૩૩) (રહે. રામનાથપરા ગરૂડ ગરબી ચોક) ને પકડી લીધો હતો. તારીક દારૂ પીધેલી હાલતમાં જણાતા તેની સામે પ્રોહીબીશન એકટની કલમ હેઠળ બીજો ગુનો દાખલ કરી આનંદ બાવીસી નામના શખ્‍સની શોધખોળ હાથ ધરી છે.

(3:29 pm IST)