Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

હરીની હાટડી

 બીએપીએસ સ્વામિનારાયણ મદિંર કાલાવડ રોડ ખાતે કારતક સુદ એકાદશી નિમિતે 'હાટડી'ના દર્શન ખુલ્લા મુકાયા હતા. ભગવાનને શાકભાજીનો હાર ચડાવવામાં આવેલ. તેમજ અલગ અલગ ૭૨ પ્રકારના શાકભાજી અને ૩૦ પ્રકારનાં ફળોનો હાટ રચવામાં આવ્યો હતો. સાથો સાથ શાકભાજી અને ફળોના નૈસર્ગિક ગુણધર્મો અને તેના ફાયદાઓ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. મોડી સાંજ સુધી ભાવિક ભકતોએ ભગવાનની હાટડીના દર્શનનો લ્હાવો લીધો હતો. આ દિવસે ચાતુર્માસ પૂર્ણ થતો હોય સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભકતોએ નિર્જલ ઉપવાસ કરીને ભગવાન અને સંતોને પોતાનુ ભકિત અર્ધ્ય અર્પણ કર્યુ હતુ. તસ્વીરમાં વિવિધ પ્રકારના શાકભાજીથી ગોઠવાયેલ હાટડી દર્શન નિહાળી શકાય છે.

(3:30 pm IST)